બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, as if there is a country liquor market, the sale of country pots is open without interruption, 'police is also on your side'!

વીડિયો વાયરલ / અમદાવાદમાં જાણે દેશી દારૂની બજાર હોય તેમ ખુલ્લેઆમ બેરોકટોક દેશી પોટલીઓનું વેચાણ, 'પોલીસ પણ પડખે'!

Vishal Khamar

Last Updated: 10:58 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે.અમદાવાદ તેમજ રાજકોટમાં દેશી દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો હતો. બુટલેગરો ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

  • રાજ્યમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરા
  • ખુલ્લેઆમ દારૂ મળતા હોવાના વીડિયો વાયરલ
  • અમદાવાદમાં ટ્રાફિક ચોકી નજીક જ દારૂનો અડ્ડો
  • રાજકોટમાં સોશિયલ મીડિયામાં દારૂના એડ્રેસની મુકી પોસ્ટ

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આ કહેવાતી દારૂબંધીની વચ્ચે ગુજરાતમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. રાજ્યમાંથી અવારનવાર દારૂ ઝડપાવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદના કાલુપુરમાં ખુલ્લેઆમ દેશી દારૂની હાટડી ધમધમી રહી છે. કાલુપુર સર્કલ નજીક ટ્રાફિક ચોકીની નજીક રસ્તા પર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે.  ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા બુટલેગરોને પોલીસનો કોઈ જ ડર ન હોય તેવું લાગી રહ્યું છે.

બુટલેગરો પર કાર્યવાહી શા માટે થતી નથી

ખુલ્લે આમ વેચાતા દેશી દારૂને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે. રસ્તા પર ખૂલ્લેઆમ દારૂનું વેચાણ કરતા બુટલેગરો પર કાર્યવાહી શા માટે નથી થતી. શું પોલીસને આ વાતની જાણ નથી? કે પછી પોલીસની રહેમ નજર હેઠળ હપ્તા આપી બુટલેગરો પોતાનો દારૂનો વેપલો કરી રહ્યાં છે? ત્યારે અમદાવાદ પોલીસ દારૂબંધીનું કડક પાલન કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. આ બધાની વચ્ચે હવે પોલીસ ક્યારે જાગશે અને ક્યારે દારૂની હાટડીઓ સામે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે

રાજકોટમાં દારૂના અડ્ડાનું એડ્રેસ બતાવતો યુવકનો વીડિયો વાયરલ થયો હતો. યુવકે દારૂના એડ્રેસની પોસ્ટ મુકી હતી. રાજકોટમાં ક્યાં દારૂ મળે છે તેનું લોકેશન બતાવતો વીડિયો ડી. કે ઓડેદરા નામના  ID પર યુવકે મુક્યો હતો. ખુલ્લે આમ દારૂ વેચાતો હોવાના વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ