બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, a license is mandatory for pet dogs, the charge-chip rule is also true

તૈયારી / અમદાવાદમાં પાલતુ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત લેવું પડશે, ચાર્જ-ચિપનો નિયમ પણ ખરો

Vishal Dave

Last Updated: 09:46 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજી સુધી આ શ્વાન જુદી-જુદી કેટેગરીઓ સુનિશ્ચિત કરી શકાઈ ન હોવાથી હાલમાં તો 500થી 1000 રૂપિયા જ લાઇસન્સ ફી લેવાશે. આગામી દિવસોમાં કેટેગરી મુજબ આ ફીની રકમ વધી પણ શકે છે.

અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માટે લાઇસન્સ લેવું પડશે. આ લાઇસન્સ 500થી 1000 રૂપિયા ભરીને મળશે. આ માટે શ્વાનને RFID ચિપ પણ લગાવાશે. શ્વાનના માલિકે શ્વાનનું રસીકરણ કરાવવું પડશે અને તેણે રસીકરણ કરાવ્યું હોવાનું પ્રમાણપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવું પડશે. આ ઉપરાંત શ્વાન રાખવાની જગ્યાનો ફોટો અપલોડ કરવાનો છે.

કૂતરાનું ગલુડિયા કોઈને આપે કે વેચે તો જાણ કરવાની રહેશે 

પાલતુ શ્વાન માટેના નિયમો જોઈએ તો કૂતરાના માલિકે ધ્યાન રાખવું પડશે કે કૂતરાથી આસપાસના લોકોને હેરાનગતિ ન થાય. તેઓ આ કૂતરાનું ગલુડિયા કોઈને આપે કે વેચે તો તેની પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવાની રહેશે. કૂતરાના માલિકના ઘરની બહાર બારકોડ લગાવવાનું આયોજન કરવામાં આવશે.

કેટેગરી મુજબ લાઇસન્સ ફી નક્કી કરવામાં આવશે

આગામી દિવસોમાં વિવિધ પ્રકારના કૂતરાને કેટેગરાઇઝ કરીને તેની કેટેગરી મુજબ લાઇસન્સ ફી નક્કી કરવામાં આવશે તેમ મ્યુનિસિપાલિટીના સૂત્રોએ જણાવ્યું હતું. પણ હજી સુધી આ શ્વાન જુદી-જુદી કેટેગરીઓ સુનિશ્ચિત કરી શકાઈ ન હોવાથી હાલમાં તો 500થી 1000 રૂપિયા જ લાઇસન્સ ફી લેવાશે. આગામી દિવસોમાં કેટેગરી મુજબ આ ફીની રકમ વધી પણ શકે છે.

આ પણ વાંચોઃવડોદરાના પૂર્વ ક્રિકેટરનો પુત્ર સ્વામિનારાયણ મંદિરના 2 કરોડ ચાંઉ કરી ગયો, પિતા-પુત્રના કારસ્તાન પરથી SOGએ ઉંચક્યો પડદો

2019માં થયેલી વસ્તી ગણતરી મુજબ અંદાજે 2.30 લાખ શ્વાન

અમદાવાદ શહેરમાં 2019માં થયેલી વસ્તી ગણતરી મુજબ અંદાજે 2.30 લાખ શ્વાન હતા. શહેરને હડકવા મુક્ત બનાવવા માટે દર વર્ષે શ્વાનને રસી આપવાનું અને  શ્વાનને RFID ચીપ પણ લગાવવાનું પણ કોર્પોરેશનનું આયોજન છે.. આ માટે મ્યુનિ. 1.80 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને ટેન્ડર પણ બહાર પાડી દીધા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ