બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / વડોદરા / In a moving car, a girl sits on the window of the car, on the other side, 2 young men dance on the bonnet of a jeep, dangerous stunt videos

ગુજરાત / ચાલુ કારમાં એક યુવતી કારની બારી પર બેઠી, તો બીજી બાજુ જીપમાં બોનેટ પર 2 યુવકનો ડાન્સ, ખતરનાક સ્ટંટના વીડિયો

Vishal Khamar

Last Updated: 09:52 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવાર નવાર લોકો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે અવનવા નુસખા અજમાવતા હોય છે. સુરત તેમજ નર્મદા જીલ્લામાં યુવક તેમજ યુવતી સ્ટંટ કરતો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે પોલીસ દ્વારા આવા સ્ટંટ બાજો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

  • સુરતમાં  ખુલ્લી જીપમાં સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ
  • SOU  ખાતે કારની વિન્ડોમાં બેસી યુવતીએ કરી જોખમી સવારી
  • સ્ટંટબાજોનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

રાજ્યમાં વધતી અકસ્માતની ઘટનાઓ વચ્ચે સ્ટંટબાજો બેફામ બન્યા છે. રોજ કોઇના કોઇ જિલ્લામાંથી સ્ટંટબાજોનો વીડિયો વાયરલ થઇ રહ્યા છે.. આ સ્ટંટબાજો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અન્ય લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે.  સુરત અને નર્મદા જિલ્લામાંથી વધુ કેટલાક સ્ટંટબાજોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્ટંટબાજો રીતસરનો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી લાગી રહ્યું છે. સુરતમાં ચાલુ જીપમાં બોનેટ પર 2 યુવક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના રોડ ચાલુ કારમાં એક યુવતી બારી પર બેસતી જોવા મળી હતી. ત્યારે વારંવાર આવા સ્ટંટ કરીને હાઇવે પર પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકનારાઓ પર ક્યારે અકુંશ આવશે તે મોટો સવાલ છે. હાલ તો પોલીસ આવા સ્ટંટબાજો સામે સખત કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે. 

સુરતમાં 2 યુવકો સ્ટંટ બાજી કરતો વીડિયો વાયરલ થયો
સુરતમાં ખુલ્લી જીપમાં 2 યુવકો સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. સરથાણ પોલીસે વિડીયો બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રણ મહિનાં પહેલા વીડિયો બનાવ્યો હતો. ખુલ્લી જીપમાં આગલ બોનેટ પર ડાન્સ કરતા નજપે પડ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ બાબતે પોલીસે વીડિયો બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

યુવતીની જોખમી સફર જોઈ અન્ય વાહન ચાલકો પણ ગભરાઈ ગયા હતા
ભરૂચ પાસિંગની કારમાં એક યુવતી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનાં રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક જ યુવતી કારની બારીમાંથી બહાર નીકળે છે. ત્યારે યુવતી દ્વારા આવી રીતે અચાનક જ કારમાંથી બહાર આવતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પણ થોડાક સમય માટે તો ગભરાઈ જવા પામ્યા હતા. બાજુમાંથી કોઈ વાહન આવી જાય તો અકસ્માત પણ થઈ શકે છે.

BRTS રૂટમાં જોખમી રિલ્સ બનાવતા યુવાનોનો વિડિયો વાયરલ
સુરતમાં BRTS રૂટમાં જોખમી રિલ્સ બનાવતાં યુવાનોનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે હીરાબાગ BRTS રૂટમાં રિલ્સ બનાવતા યુવાનોનો વીડિયો વાયરલ થયો છે. રિલ્સનાં ચક્કરમાં યુવાનોને જીંદગીની ચિંતા કરતા નથી. ત્યારે યુવકો BRTS બસ સ્ટેન્ડમાં પ્રવેશવા માટે જે બેરીકેટ લગાવ્યા છે તેનાં ઉપર ઉભા રહી રિલ્સ બનાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ