બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભારત / સુરત / Important statement of Railway Minister Ashwin Vaishnav regarding Ahmedabad-Mumbai bullet train

નિવેદન / કેટલું સસ્તું હશે બુલેટ ટ્રેનનું ભાડું? કેટલે પહોંચ્યું કામકાજ? જુઓ શું કહ્યું રેલવે મંત્રીએ, આપી તમામ જાણકારી

Vishal Khamar

Last Updated: 11:29 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે તમે જો ઈચ્છો તો સુરતમાં સવારનો નાસ્તો કરી શકો છો અને પછી મુંબઈ જઈ કામ કરી શકો છે. ત્યાર બાદ રાત્રે પાછા તમે તમારા પરિવાર પાસે પરત જઈ શકો છો. બુલેટ ટ્રેનનું ભાડું વિમાન યાત્રા કરતા પણ ખૂબ જ સસ્તુ થવાનું છે.

દેશમાં બુલેટ ટ્રેનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો અત્યારથી જ જાણવા માંગે છે કે તેનું ભાડું કેટલું હશે. બુલેટ ટ્રેનની રાહની વચ્ચે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે સારી વાતો કહી છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનનું કામ દેશમાં તેજીથી આગળ વધી રહ્યું છે. તેમણે આ વિશે જણાવ્યું કે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવા માટે કેટલું ભાડું હશે. 
એક ન્યૂઝ ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં અશ્વિન વૈષ્ણવે કહ્યું કે તો તમે ઈચ્છો તો સુરતમાં સવારનો નાસ્તો અને પછી મુંબઈમાં જઈને નોકરી કરી શકો છો. ત્યાર બાદ રાત્રે પરત તમારા પરિવાર સાથે જઈ શકો છો. દુનિયામાં જ્યાં જ્યાં બુલેટ ટ્રેન ચાલી રહી છે. ત્યાં 90 ટકા લોકો દૂરની યાત્રા માટે બુલેટ ટ્રેનનો ઉપયોગ કરે છે. 

કેટલું હશે ભાડુ?
બુલેટ ટ્રેનનાં ભાડા વિશે જ્યારે રેલવે મંત્રીને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે કહ્યુ કે, બુલેટ ટ્રેનનું ભાડું વિમાનની મુસાફરી કરતા ખૂબ જ સસ્તુ થવાનું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મુંબઈ-અમદાવાદ કોરિડોર માટે 8 નદીયો પર પુલ બનાવવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટની કિંમત આશરે 1.08 લાખ કરોડ  રુપિયા છે. જેમાં દસ હજાર કરોડ કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર 5 હજાર કરોડનું યોગદાન આપશે. બાકીની કામગીરી જાપાન પાસેથી લોન લઈને પૂર્ણ કરવામાં આવી રહી છે. જેનું વ્યાજ માત્ર 0.1 ટકા છે. 

વધુ વાંચોઃ ગુજરાતના કયા જીલ્લાઓમાં આજે ગરમી કહેર વર્તાવશે? જાણો હીટવેવથી બચવાના ઉપાય

મુંબઈ- અમદાવાદ કોરિડોર નવેમ્બર 2021 માં કામ શરુ થયું હતું અને તે કામ સતત ચાલુ જ છે. આ પહેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, મુંબઈ થી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનનું ભાડુ લગભગ 3 હજાર રુપિયા હશે. ભવિષ્યમાં દિલ્લીથી અયોધ્યા વચ્ચે પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પણ વાતચીત ચાલી રહી છે. વિદ્વાનોનું માનવું છે કે જો  એવું થાય તો દિલ્લીની અર્થવ્યવસ્થા ઉત્તર પ્રદેશનાં કેટલાક શહેરો સાથે જોડાશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ