બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Tips to avoid summer heatwave and scorching heat

આગાહી / ગુજરાતના કયા જીલ્લાઓમાં આજે ગરમી કહેર વર્તાવશે? જાણો હીટવેવથી બચવાના ઉપાય

Vishal Khamar

Last Updated: 11:15 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી કરી છે. તેમજ કોર્પોરેશન દ્વારા લોકોને કાળઝાળ ગરમીથી બચવા સૂચન કરવામાં આવ્યા છે.

રાજ્યમાં વહેલી સવારે હજુ પણ લોકો ઠંડી જ્યારે બપોર બાદ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવે ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા તા. 23 થી 26 દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં ગરમ પવન ફુંકાવાની શક્યતાઓ છે. તેમજ ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાય છે. 

તા. 24 થી લઈ તા. 26 સુધી ક્યાં ક્યાં જીલ્લાઓમાં ઉષ્ણ લહેરની ચેતવણી

ક્યાં ક્યાં જીલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાશે
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યનાં કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, અમરેલી સહિતનાં વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી જાહેર કરી છે.  જ્યારે બાકીનાં જીલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેશે. 

અભિમન્યુ ચૌહાણ (હવામાન વૈજ્ઞાનિક)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઉનાળાને ધ્યાને રાખી લોકોને ઉનાળામાં શું સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાળઝાળ ગરમીથી બચવા ખુબ પાણી પીવો, તેમજ પાણીની બોટલ ચોક્કસ જોડે રાખવી, તેમજ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી જેમ કે લીંબું શરબત. છાશ, નાળિયેર પાણી પીવો. તેમજ સાથે સાથે તાપ-ગરમીમાં સતત કામ બાદ થોડો બ્રેક લેવો. તેમ પણ જણાવવામાં આવ્યું છે. 

ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચવા શું કરશો?

  • હળવા રંગરના સુતરાઉ કપડાં પહેરો, જે શરીરને ગરમીથી રાહત આપશે.

  • બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળો. નીકળવું જરુરી હોય તો યોગ્ય સાવચેતી રાખવી.

  • વડીલો, બાળકો અને સગર્ભાઓનું ખાસ ધ્યાન રાખવું. તેમજ બપોરના સમયે તેમને જરુર વગર ઘરની બહાર નહી નીકળવા સમજાવીશું. 

  • તેમજ બપોરે વધુ ગરમીનાં સમયમાં ઠંડક મળી રહે એવા સ્થળે કે કોઈ ઝાડ નીચે બેસો અને આરામ કરો. 

વધુ વાંચોઃ 'ડામરના રસ્તાને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું', હોળીના તહેવારને લઇ AMCની શહેરીજનોને કડક સૂચના 

 

  • ગરમીની અસરોથી બચવા માટે છાશ, લીંબુ પાણી જેવા પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ