બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Important statement by Committee Member Harish Salve on One Nation, One Election

નિવેદન / એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર કમિટીના સભ્ય હરીશ સાલ્વેનું મહત્વનું નિવેદન, કહ્યું 'હાલમાં વિચારની જરૂર છે પરંતુ અંતે તો એજ થશે જે...'

Priyakant

Last Updated: 09:23 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

One Nation One Election News: મોદી સરકારે બનાવેલ સમિતિ વન નેશન, વન ઈલેક્શન ( One Nation One Election ) પર કેવી રીતે કામ કરશે ?

  • વન નેશન, વન ઈલેક્શન ( One Nation One Election )ને લઈ અપડેટ 
  • મોદી સરકારે આ અંગે વિચારણા કરવા માટે એક સમિતિની પણ રચના કરી
  • સમિતિના સભ્ય હરીશ સાલ્વેએ આપ્યું મોટું નિવેદન 

વન નેશન, વન ઈલેક્શન ( One Nation One Election ) ના મુદ્દે દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. મોદી સરકારે આ અંગે વિચારણા કરવા માટે એક સમિતિની પણ રચના કરી છે. આ 8 સભ્યોની સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરી રહ્યા છે. અમિત શાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારીને સમિતિના સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  

વન નેશન, વન ઈલેક્શન ( One Nation One Election ) ની ચર્ચા વચ્ચે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમિતિનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે. રવિવારે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ આ મુદ્દે જણાવ્યું હતું કે, આ સમિતિ વન નેશન, વન ઈલેક્શન ( One Nation One Election ) પર કેવી રીતે કામ કરશે ? 

કામ હજુ પ્રારંભિક તબક્કામાં 
હરીશ સાલ્વેએ કહ્યું, વન નેશન, વન ઈલેક્શન ( One Nation One Election ) નું 'કામ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આ વિશે ઘણું વિચારવાની જરૂર છે. રાષ્ટ્ર માટે જે શ્રેષ્ઠ હશે તે જ કરવામાં આવશે. સમિતિના અધ્યક્ષ તરફથી હજુ સુધી કોઈ માહિતી મળી નથી. કમિટિ માટે રોડમેપ બનાવવાની કામગીરી ચાલી રહી છે તે નિશ્ચિત છે. અંગત રીતે હું હંમેશા ચૂંટણીની તરફેણમાં રહ્યો છું. જોકે સમિતિ બંને પક્ષોને ધ્યાનમાં લેશે, દરેકના મંતવ્યો સાંભળવામાં આવશે.

સંસદમાં ચર્ચાની કેટલી શક્યતાઓ ?
સાલ્વેને સપ્ટેમ્બરમાં બોલાવવામાં આવેલા સંસદના વિશેષ સત્રમાં આ એજન્ડાને સામેલ કરવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'સપ્ટેમ્બરમાં આ મુદ્દો એજન્ડામાં હોય તેવી કોઈ શક્યતા નથી. જોકે આ એક રાજકીય મુદ્દો છે, તેથી સંસદમાં તેના પર ચોક્કસપણે ચર્ચા થઈ શકે છે.
 
વરિષ્ઠ વકીલ સાલ્વેએ વધુમાં જણાવ્યું હતું કે જેઓ રાજકારણમાં છે. તેઓ રાજકારણ વિશે વાત કરી શકે છે. પરંતુ મને ખબર નથી કે ભાજપ શું કરવા માંગે છે. ભારતમાં રાષ્ટ્રપતિ પ્રણાલી હોવી જોઈએ કે કેમ તે પ્રશ્ન પહેલા પણ ચર્ચાતો રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે જુદા જુદા અહેવાલો દ્વારા ગ્રાઉન્ડ વર્ક વિશે જાણતા રહીએ છીએ. હરીશ સાલ્વેએ કહ્યું કે, રાજનીતિમાં સરકાર પરિવર્તનની વિધાનસભા પર કોઈ અસર નથી. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ભંગ કર્યા વિના સરકાર બદલાઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ