બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important decision regarding buses going from Gujarat to Maharashtra, passengers stuck, reason Maratha agitation

મોટો નિર્ણય / ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી બસોને લઇને મહત્વનો નિર્ણય, મુસાફરો અટવાયા, કારણ મરાઠા આંદોલન

Priyakant

Last Updated: 01:31 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maratha Reservation Latest News : ગુજરાત બોર્ડર સુધી જ મર્યાદિત બસનો રુટ રાખવાનો નિર્ણય લેવાયો, ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતાં મુસાફરો સાપુતારા ખાતે અટવાયા

  • મરાઠા આંદોલનની અસર ગુજરાતની આંતરરાજ્ય બસ સેવા પર
  • ગુજરાત રાજ્ય થી મહારાષ્ટ્ર જતી એસ ટી બસો રોકી દેવાઇ 
  • નાશિક,શિરડી,પુણે જતી એસ ટી. બસો સાપુતારા બસ સ્ટેન્ડ પર અટકાવી દેવાઈ 
  • આંદોલનકારીઓ બસ ને નિશાન બનાવી નુકસાન કરતા હોવાથી નિર્ણય 
  • એસ. ટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને પણ ધ્યાને લઇ નિર્ણય 

Maratha Reservation : મહારાષ્ટ્રના મરાઠા આંદોલનની અસર હવે છેક ગુજરાતમાં પડી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતની એસટી સેવા પર મરાઠા આંદોલનની અસર થઈ છે. ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસોને રોકી દેવામાં આવી છે. વિગતો મુજબ મહારાષ્ટ્ર જતી બસ સાપૂતારામાં અટકાવાઈ છે. આંદોલનકારીઓ બસને નુક્સાન કરતા હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ હવે મહારાષ્ટ્ર જતાં મુસાફરો અટવાયા છે. 

મરાઠા આંદોલનને કારણે હવે ગુજરાતની આંતરરાજ્ય બસ સેવા પર અસર પડી છે. વિગતો મુજબ ગુજરાત રાજ્યથી મહારાષ્ટ્ર જતી એસ ટી બસો રોકી દેવાઇ છે. જેમાં નાશિક, શિરડી, પુણે જતી એસ ટી.બસોને સાપુતારા બસ સ્ટેન્ડ પર અટકાવી દેવાઈ છે. મહત્વનું છે કે, આંદોલનકારીઓ બસને નિશાન બનાવી નુકસાન કરતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. એસ. ટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને પણ ધ્યાને લઇ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે. આંદોલનના ઉગ્ર થવા અંગેના એંધાણોને જોતા પ્રશાસન હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં સુરક્ષાના પુરતા અને કડક બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. આ તરફ હવે આ આંદોલનની અસર ગુજરાત પર પણ પડી છે. જેને લઈ હવે ગુજરાત બોર્ડર સુધી જ મર્યાદિત બસનો રુટ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ તરફ ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતાં મુસાફરો સાપુતારા ખાતે અટવાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ