બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

VTV / ગુજરાત / અમદાવાદ / Important decision of the government towards farmers announced the Agriculture Minister

ગુજરાત / સરકારનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય : આ વસ્તુઓની ખરીદી પર અપાશે સહાય, કૃષિમંત્રીએ કરી જાહેરાત

Mahadev Dave

Last Updated: 08:29 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વન્ય પ્રાણીઓથી ખેડૂતોના પાકોને રક્ષણ અપાવવા સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર યુનિટ અને કીટની ખરીદી માટે સરકાર દ્વારા સહાય આપવા અંગે નિર્ણય કરાયો છે.

  • રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય
  • સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ-કીટ ખરીદી માટે સહાય અપાશે 
  • ૧૦ સપ્ટેમ્બરથી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ખેતપાકોના રક્ષણ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/ કીટની ખરીદી કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું. આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. 
 
ખેડૂત અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે
કૃષિમંત્રી રાઘવજી પટેલેએ નિર્ણય વિશે જણાવતા ઉમેર્યું હતું કે સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM,  એલાર્મ , MODULE STAND ની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે.  ખેડૂત અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે. વધુમાં ઉમેર્યું કે, વન્ય અથવા રખડતાં પ્રાણીઓથી થતાં પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના રાજ્યભરમાં અમલી છે. આ યોજનામાં ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે, પરંતુ તેના સ્થાને રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

નવી યોજના માટે કુલ રૂ.૨૦૦૦ લાખની કરાઇ જોગવાઈ 
આ તકે રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં અનેકવિધ નવા સુધારા અમલી બનાવ્યા છે. જેના ભાગરુપે રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી સંદર્ભેની નવી યોજના માટે કુલ રૂ.૨૦૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.  ચાલુ વર્ષે કુલ ૧૩,૦૭૦ ખેડૂત ખાતેદારને પ્રાણીઓથી પાકના રક્ષણ માટેસહાયરૂપ થવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ વહેલા તે પહેલાના ધોરણે ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ પોર્ટલ પર સ્વીકારવામાં આવશે. ખેડૂતો ખેતર પર રહી પાકની રખેવાળી કરવાને બદલે ખેતર ફરતે સોલાર ફેન્સીંગ થકી ઊભા પાકના રક્ષણ કરી શકે તેવા ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ યોજનાનો વધુને વધુ ખેડૂતોને લાભ
લેવા કૃષિમંત્રીએ અનુરોધ કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

ખેડૂતલક્ષી નિર્ણય રાઘવજી પટેલ રાજ્ય સરકાર સોલાર પાવર યુનિટ અને કીટની સહાઈ સોલાર ફેન્સીંગ Gujarat election 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ