બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Imd rain forecast: 11 states will face medium to heavy rain situation on 16 17 december

આગાહી / શિયાળાની વચ્ચે આ 11 રાજ્યોમાં પડશે કડાકાભેર વરસાદ, IMDએ આપી દીધી ચેતવણી

Vaidehi

Last Updated: 05:16 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તરભારત સહિત દેશનાં કુલ 11 જેટલા રાજ્યોમાં ઠંડીની વચ્ચે 2 દિવસ ભારે વરસાદ પડશે.

  • હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી
  • ઉત્તરભારત સહિત દેશનાં 11 રાજ્યોમાં પડશે વરસાદ
  • ઠંડીની વચ્ચે ભારે વરસાદનું એલર્ટ જાહેર

ઉત્તરભારતમાં કકડતી ઠંડી પડી રહી છે. રાજસ્થાન, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, પંજાબમાં મોટાભાગનાં વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર આ રાજ્યોમાં ઓછામાં ઓછું ટેમ્પ્રેચર 6થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રેકોર્ડ થઈ શકે છે. આ વચ્ચે દેશનાં 11 જેટલા રાજ્યોમાં 2થી 3 દિવસ સુધી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

11 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
IMDએ દેશનાં ઓછામાં ઓછા 11 જેટલા રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ભારતમાં 16-17 ડિસેમ્બર 2 દિવસો સુધી ભારે વરસાદ થશે. એટલું જ નહીં પ.બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અસમ અને મેઘાલયમાં 13 ડિસેમ્બરનાં રોજ ભારે વરસાદ વરસશે. અરુણાચલ પ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. સાથે જ 15-17 ડિસેમ્બરની વચ્ચે તમિલનાડુ, કેરળ, માહેમાં મધ્યમ વરસાદ આવી શકે છે. જો કે સાઉથ તમિલનાડુમાં 16-17 ડિસેમ્બર અને કેરળમાં 17 ડિસેમ્બરનાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ધુમ્મસમય વાતાવરણ
ધુમ્મસને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે પંજાબ, હરિયાણા, ઉત્તરી ઉત્તર પ્રદેશનાં વિસ્તારોમાં 14-15 ડિસેમ્બરનાં સવારનાં સમયે ઘાઢ ધુમ્મસ જોવા મળશે. આ સિવાય ત્રિપુરામાં 14 ડિસેમ્બરનાં આવું વાતાવરણ જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ