બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / IMD Rain Alert: 19 people died in Uttarpradesh because of the heavy rain, Delhi NCR is also suffering

આગાહી / ભારે વરસાદની ભવિષ્યવાણી, દેશના આ રાજ્યોમાં મેઘો મન મૂકી વરસી પડશે, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Vaidehi

Last Updated: 07:56 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશનાં લખનઉ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદનાં કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. વરસાદને લીધે UPમાં 19 લોકોનું મૃત્યુ થયું છે.

  • દેશભરમાં વરસાદને કારણે લોકો થઈ રહ્યાં છે પરેશાન
  • UPમાં વરસાદને લીધે 19 લોકોનું મોત નોંધાયું
  • IMDએ UPમાં રેડ એલર્ટ જારી કર્યું

દેશનાં અનેક રાજ્યમાં સતત વરસાદને લીધે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરપ્રદેશનાં અનેક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે જ્યારે Delhi NCRનાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. યૂપીમાં વરસાદ સાથે સંકળાયેલી ઘટનાઓમાં 19 લોકોનું મોત જ્યારે 140 ઘેટાંનું મૃત્યુ નોંધાયું છે. વરસાદનાં કારણે ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલન થયું છે. હવામાન વિભાગે અનેક રાજ્યો માટે આવનારાં થોડા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ઉત્તરપ્રદેશ માટે રેડ એલર્ટ
IMDએ પૂર્વી ઉત્તરપ્રદેશ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. તેમણે સોમવારે કરેલી પોસ્ટમાં લખ્યું કે પૂર્વી ઉત્તરપ્રદેશમાં 11 સપ્ટેમ્બરનાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. વરસાદનાં આ મોસમમાં તમને સૌને આગ્રહ છે કે કાચાં અને ભારી જળભરાવવાળા ક્ષેત્રોમાં જવાથી બચવું.

દિલ્હીનાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આશંકા
હવામાન વિભાગે દિલ્હીમાં સોમવારે આંશિકરૂપે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તટીય આંધ્રપ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો. હવામાન વિભાગે કહ્યું કે 11 સપ્ટેમ્બરનાં તટીય આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

UPમાં અનેક સ્થળોએ પાણી ભરાયા
ઉત્તરપ્રદેશનાં બારાબંકીમાં છેલ્લાં થોડા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના લીધે અનેક સ્થળોએ જળભરાવની સમસ્યા જોવા મળી રહી છે. બારાબંકી રેલ્વે સ્ટેશન પર પણ ભારે વરસાદની અસર જોવા મળી અને રેલ્વે ટ્રેકમાં પણ પાણી ભરાઈ ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ