બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / If you want to make a learning license, then no agent is needed, just do this online process at home.

તમારા કામનું / લર્નિંગ લાયસન્સ બનાવવું છે તો હવે કોઇ એજન્ટની જરૂર નથી, બસ ઘરે બેઠા ફટાફટ કરો આ ઓનલાઇન પ્રોસેસ

Megha

Last Updated: 09:28 AM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે એક પ્રક્રિયા ફોલો કરવી પડશે અને એ પછી ઘરે બેઠા તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો, જાણીએ શું છે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા

  • ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે 
  • ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા
  • ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું હોય તો પહેલા લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું પડે 

આજકાલ બધુ ઓનલાઈન થઈ ગયું છે એ પછી પૈસાની ચુકવણી હોય કે કોઈ સરકારી કે બિન સરકારી કામ. એવામાં હવે મોટાભાગના દસ્તાવેજો બનાવવા માટે પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. પાન કાર્ડ કે આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો નવું મેળવવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે. સાથે જ જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું હોય તો તે પણ ઘરે બેઠા બેઠા ઓનલાઈન બનાવી શકાય છે. જો કોઈ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માંગતા હોય તો તેને પહેલા લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું પડે છે અને આ પછી, એક કે બે મહિના પછી, તમે કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકાય છે. ઓનલાઈન ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે એક પ્રક્રિયા ફોલો કરવી પડશે અને એ પછી ઘરે બેઠા તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો. તો ચાલો જાણીએ શું છે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા-

ડ્રાઇવિંગ લાયસન્સની ઓનલાઈન અરજી માટે તમારે તમારા જિલ્લાના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવી પડશે.તાને જણાવ્યું એ મુજબ જ ડ્રાઇવિંગ લાઇસન્સ સીધું નથી બનતું પણ એ બનાવ્યા પહેલા લર્નિંગ લાઇસન્સ બનાવવાનું રહે છે. લર્નિંગ લાઇસન્સને પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું પહેલું પગલું ગણવામાં આવે છે. તો લર્નિંગ લાઇસન્સ માટે કેવી રીતે અપ્લાઇ કરવું ચાલો જાણીએ-

 કેવી રીતે કરવું અપ્લાઇ 
- સૌ પ્રથમ તમારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do પર જવું પડશે. 
- સાઇટ પર જઈને અને તમારું રાજ્ય પસંદ કરો અને એ પછી ઑનલાઇન અપ્લાઇ કરવાનો વિકલ્પ પસંદ કરો. તે પછી ન્યૂ ડ્રાઇવિંગ લાઇસન્સનો વિકલ્પ પસંદ કરો. 
- ગાઈડલાઇન વાંચ્યા પછી કન્ટીન્યુ બટન પર ક્લિક કરો.
- આ પછી લર્નિંગ લાઇસન્સનો વિકલ્પ પસંદ કરો અને માહિતી ભરીને ઓકે પર ક્લિક કરો. 
- એ પછી આવેદન કરનાર વ્યક્તિની પર્સનલ માહિતી અને દસ્તાવેજો જેવા કે ઓળખ પત્ર વગેરેની માહિતી ભરો. 
-એ પછી  પેમેન્ટ કરવાનું રહેશે અને પછી જ સફળતાપૂર્વક લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી સબમિટ થઈ હશે. 
-ઓનલાઈન ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આગળ વધતા પહેલા 10 મિનિટનો ડ્રાઈવિંગ નિર્દેશનો વીડિયો જોવો જરૂરી હોય છે. 
-એ પછી ટેસ્ટ માટેનો OTP અને પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર આવશે. 

ટેસ્ટમાં 10 માંથી 6 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે. ટેસ્ટ ક્લિયર કર્યા પછી, લાઇસન્સ લિંક રજિસ્ટર્ડ ફોન નંબર પર મોકલવામાં આવશે. જો ટેસ્ટ ક્લીયર ન થાય તો ફરીથી ટેસ્ટ માટે 50 રૂપિયાની ચૂકવવા પડે છે. લર્નિંગ લાઇસન્સનું સબમિશન કર્યા પછી એક વેબ એપ્લિકેન્ટ નંબર જનરેટ થશે જેની મદદથી તમારા એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ