બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / 'If you are not a CM, your pics will be soon disappeared from hoardings': Shivraj Singh Chouhan

MP / 'CM ન રહીએ તો ફોટો એવી રીતે હટે જાણે ગધેડાના માથેથી શિંગડું', શિવરાજને 'સ્વાર્થનીતિ'નું ભાન થયું

Hiralal

Last Updated: 10:04 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણનું દર્દ ફરી છલકાયું છે. તેમણે આ વખતે ગધેડાના માથેથી શિંગડાનું હટવું એવું ઉદાહરણ આપ્યું.

  • સીએમ ન બનાવતાં છલકાયું શિવરાજ સિંહ ચૌહાણનું દર્દ 
  • ખુરશી જતાં શિવરાજ સિંહ ચોહાણને થયું ભાન
  • સીએમ તરીકે હટતાં જ ફોટો એવી રીતે હટાવી દેવાય જાણે ગધેડાના માથેથી શિંગડું'
  • સીએમ હોઈએ ત્યારે લોકો કહે છે કે તમારા પગ કમળ જેવા છે 

મધ્યપ્રદેશમાં મામા તરીકે જાણીતા શિવરાજસિંહ ચોહાણના ફરી સીએમ બનવાની અટકળો હતી પરંતુ તેમને બદલે તદ્દન નવા મોહન યાદવને સીએમ બનાવી દેવાતાં શિવરાજ ખૂબ નારાજા થયાં હતા અને ત્યાર બાદ અનેક વાર તેમનું દુખ સામે આવ્યું છે. ફરી એક વાર શિવરાજસિંહ ચૌહાણ દુખભર્યો પોકાર કરતાં ગધેડાનું ઉદાહરણ આપ્યું હતું. 

સીએમ હોઈએ ત્યારે કહે કે ભાઈ તમારા પગ કમળ જેવા છે 
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. એક કાર્યક્રમમાં પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ કહેતા જોવા મળી રહ્યા છે કે રાજનીતિ પણ ખુબ જ રસપ્રદ ક્ષેત્ર છે. મોદીજી જેવા નેતાઓ પણ દેશ માટે જીવ્યા છે. ઘણા લોકો એવા છે જે રંગ જુએ છે. જો તમે મુખ્યમંત્રી છો તો આવા લોકો કહે છે ભાઈ, તમારા પગ કમળ જેવા છે. જો તમે પાછળથી સીએમ ન રહો તો ગધેડાના માથામાંથી શિંગડાની જેમ હોર્ડિંગમાંથી ફોટા ગાયબ થઈ જાય છે.

મારી પાસે એક મિનિટનો પણ સમય નથી 
કહેવાય છે કે ભોપાલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ સીએમ શિવરાજ પણ હાજર હતા. કાર્યક્રમને સંબોધતા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જ્યારે આપણે બીજા માટે કામ કરવાનું લક્ષ્ય નક્કી કરીએ છીએ ત્યારે જીવન આનંદથી ભરેલું હોય છે. મારી પાસે હજી એક મિનિટનો પણ સમય નથી. હું સતત કામમાં વ્યસ્ત રહું છું. સારું છે કે થોડું કામ રાજકારણની બહાર થઈ રહ્યું છે. રાજકારણમાં પણ ખૂબ સારા અને સમર્પિત કાર્યકરો છે.

કેમ છલકાયું શિવરાજનું દર્દ
શિવરાજ એમપીમાં લોકપ્રિય ચહેરો છે અને સીએમ તરીકે તેમના કામના ખૂબ વખાણ થયાં હતા તેઓ એમપીમાં મામાના હુલામણા નામ તરીકે જાણીતા છે. તેઓ ફરી સીએમ બને તેવું લોકો ઈચ્છતા હતા પરંતુ પાર્ટીએ તેમને બદલે મોહન યાદવને બેસાડ્યાં આથી શિવરાજ ખૂબ દુખી દુખી થયાં હતા અને અવનવા ઉદાહરણ આપીને પોતાનું દુખ વ્યક્ત કરતાં હતા. હાલમાં જ શિવરાજ પોતાના ગૃહ જિલ્લા સિહોર પહોંચ્યા હતા. આ સમય દરમિયાન કેટલીક મહિલાઓ રોવા લાગી અને શિવરાજને કહેવા લાગી કે અમે તમને નહીં છોડીએ. શિવરાજ સિંહ ચૌહાણ પણ મહિલાઓને રડતી જોઇને ભાવુક થઇ ગયા હતા. તેમણે બહેનોને કહ્યું કે હું તમારા બધા સિવાય બીજે ક્યાંય જવાની નથી. હું હંમેશા તમારા બધાની સાથે જ છું. આ પછી શિવરાજસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ક્યારેક રાજ્યાભિષેક બાદ વનવાસ થાય છે. શિવરાજનું આ નિવેદન પણ ખૂબ વાયરલ થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ