બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / If there is pain, keep this thing away immediately! This village cures diseases with black magic, everyone is expert
Hiralal
Last Updated: 05:53 PM, 7 February 2024
So who knows about the black magic capital of India. The one that even Mughals feared. Offcourse calls for a thread.
— JB (@TheDilliMirror) June 22, 2020
Mayong .
Mayong is a small village in the Morigaon district of Assam, India, on the bank of the Brahmaputra River. pic.twitter.com/8y8ELKepkL
ADVERTISEMENT
ભારતના આસામનું મયોંગ ગામ બ્લેક મેજિક તરીકે જાણીતું ગામ છે. આ ગામના નાના મોટાથી માંડીને બધા કાળા જાદૂની વિદ્યામાં પારંપગત છે પરંતુ તેઓ કોઈના ખોટા કામ માટે મેલી વિદ્યાનો ઉપયોગ નથી કરતાં પરંતુ એકબીજાની બીમારીઓ મટાડવા માટે પણ ઉપયોગ કરે છે.
ADVERTISEMENT
શરીર પર જ્યાં દર્દ હોય ત્યાં રાખે છે તાબાની પ્લેટ
ગામના બધા લોકો બ્લેક મેજિકમાં પારંગત છે. નાના નાના છોકરા પણ જાણે છે. શરીરમા જે જગ્યાએ દર્દ હોય ત્યાં તાંબાની પ્લેટ ચીપકાવીને દર્દ મટાડવાનો દાવો કરાય છે. ઘણા લોકો આવી રીતે સાજા પણ થયા છે. ગામલોકોનું કહેવું છે કે આ બધું કરવામાં ભૂતપ્રેત તેમની મદદ કરે છે. આ શક્તિઓ પેઢીઓ ચાલી આવી રહી છે. મૂળ આ એક પ્રકારની એક્યુપંચર સારવાર પદ્ધતિ જ છે. એક્યુપંચરમાં પણ શરીરની દુખાવાવાળી જગ્યાએ સોયથી દર્દ મટાડવામાં આવે છે.
હાથની રેખાઓ વાંચવાની કળા, ભવિષ્ય પણ ભાખે છે
ગામની અડધાથી વધુ વસ્તી માત્ર કાળા જાદુ વિશે જાણતી જ નથી, પરંતુ સાથે મળીને તેનો અભ્યાસ પણ કરે છે. સ્થાનિક લોકો હાથની રેખાઓ વાંચવાની કળા જાણે છે. અહીંના કેટલાક લોકો ભવિષ્ય પણ ભાખે છે અને શેલ અને તૂટેલા કાચના ટુકડાઓનો ઉપયોગ કરીને વ્યક્તિના ભવિષ્યની આગાહી કરવાનો દાવો કરે છે. તેઓ દવા વિના કાળા જાદુથી લોકોને સાજા પણ કરે છે.
નાનાથી માંડીને મોટા બધા જાણે છે જાદુ
મયોંગની ખાસિયત એ છે કે અહીં નાનાથી માંડીને મોટા બધા મેલી વિદ્યા અને જાદુ ટોણા જાણે છે. લોકોને બીમારીઓમાંથી બેઠા કરવા માટે પણ કાળા જાદુનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જ્યારે જાદુનો ઉપયોગ બીજાને સાજા કરવા માટે કરવામાં આવે છે ત્યારે તેને સારો જાદુ કહેવામાં આવે છે. સાથે જ જ્યારે તંત્ર-મંત્રનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે તો તેને 'કાળો જાદુ' કહે છે.
ભીમ પુત્ર ઘટોકત્ચે પણ મયોંગમા બ્લેક મેજિક શીખ્યો હતો
આ ગામનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. આ ગામ ભીમ પુત્ર ઘટોત્કચનું પણ માનવામાં આવે છે. મયોંગના લોકો પાસેથી મેલી વિદ્યા શીખ્યા બાદ ઘટોત્કચ મહાભારતના યુદ્ધમાં જોડાયો હતો.
ખરાબ કામ માટે નથી કરતાં જાદુનો ઉપયોગ
આ ગામ વિશે બીજી પણ એક ખાસ વાત એ છે કે અહીંના લોકો કાળા જાદૂમાં પારંગત હોવા છતાં પણ કોઈનું ખરાબ કરવામાં કે કોઈને બગાડવા માટે તેનો ઉપયોગ નથી કરતાં. હંમેશા ભલાઈના કામો કરતા હોવાનો પણ દાવો કરાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.