બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / If the threat of storm surge is avoided Hamoon will rise

2 મિનિટ 12 ખબર / વાવાઝોડા તેજનો ખતરો ટળ્યો તો હામૂન થયું ઊભું! આ કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો, વર્લ્ડ કપમાં મેજર અપસેટ

Kishor

Last Updated: 07:17 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આગામી પાંચ થી સાત દિવસ વરસાદની હાલ કોઈ શક્યતા નથી અને વાવાઝોડાની અસર પણ ધીમી પડી રહી છે. વધુમાં વર્લ્ડ કપ અને ઇઝરાયેલ હમાસ યુદ્ધને લઈને અપડેટ જાણો આ અ અહેવાલમાં!

ગુજરાત માથે હાલ બે-બે વાવાઝોડાની સ્થિતિના ભણકારા વાગી રહ્યા હતા. પરંતુ હવે વાવાઝોડાની અસર મામલે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આગામી પાંચ થી સાત દિવસ વરસાદની હાલ કોઈ શક્યતા નથી અને વાવાઝોડાની અસર પણ ધીમી પડી રહી છે. તેઓએ તેજ વાવાઝોડા અંગે માહિતી આપતા જણાવ્યું કે આ સાયક્લોન હવે વેરી સિવિયરમાંથી નબળું પડીને સિવિયર સાઇકોલોન બની ગયું છે અને તેમની ડાયરેક્શન નોર્થ વેસ્ટ બાજુ છે. જે યમન કોસ્ટને 24મી ઓક્ટોબરના રોજ ક્રોસ કરે તેવી શકયતા જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં નિર્માણધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયો છે. પાલનપુરના RTO સર્કલ પાસે નિર્માણાધિન બ્રિજના 5 જેટલા સ્લેબ તૂટી પડતા અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, તો સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે. નિર્માણાધિન બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દબાયા હોવાની આશંકા છે. ચાલુ કામ દરમિયાન બ્રિજના સ્લેબ ધરાશાઇ થતા નીચે ઉભેલ ટ્રેક્ટર અને રિક્ષા દટાઈ હોવાની આશંકા છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. જાન્યુઆરી મહિનામાં આ બ્રિજનું લોકાર્પણ થાય એ પહેલા જ બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થતાં બ્રિજની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો લોકાર્પણ પહેલા જ બ્રિજના સ્લેબ ધરાશાયી થતાં અનેક સવાલો ઉભા થયા છે.

Minister Rishikesh Patel held a meeting with senior officials regarding heart attack

ગુજરાતમાં યુવાઓ ગરબે રમતા, રીક્ષા ચલાવતા, કસરત કરતા, ક્રિકેટ રમતા અચાનક ઢળી પડ્યા બાદ યુવાનોના હૃદય બંધ પડી જવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને લઈને તબીબ આલમ ચિંતામાં છે તો રાજ્ય સરકાર પણ સતર્ક બની છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પેટેલે રાજ્યના વિવિધ સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડિરેક્ટર, તથા અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેટ સહિતના તબીબો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન જરૂરી સુચનો કરાયા હતા. 

Salary increase Ahmedabad Vadodara

અમદાવાદ,વડોદરાના મનપાના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ કર્મચારીઓની દિવાળી સુધારી ગઈ હોય તેમાં વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને એકી સાથે 30 ટકા જેટલો મોટો પગાર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને મહાનગર પાલિકા દ્વારા આ વધારો આપવાની જાહેરાત કરતાની સાથે જ કાર્મચારીઓના ઘરે જાણે લાપસીના આંધણ મુકાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરા, ભાવનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મીઠાઈની દુકાનોમાંથી નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે,  દશેરાના આગલા દિવસે ચેકિંગ હાથ ધરવાનો મતલબ શું? કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબીના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. જેનો રિપોર્ટ દશેરાનો તહેવાર પૂરો થયા બાદ આવશે. એટલે કે લોકો ફાફડા જલેબી આરોગી જશે બાદમાં રિપોર્ટ આવશે. તો આવી સ્થિતિમાં લોકોનું સ્વાસ્થ્ય કેવી રીતે જળવાશે. 

મોરબી પુલ દુર્ઘટના કેસમાં નવો વળાંક: જયસુખ પટેલ હવે ભાગેડું આરોપી, 1200  પાનાની ચાર્જશીટ દાખલ | Big news regarding the Morbi bridge accident case

ગત વર્ષે મોરબીનો ઝૂલતો પૂલ ધરાશાયી થતાં 135 જેટલા નિર્દોષ લોકોની જિંદગી હોમાઈ ગઈ હતી. ઓરેવા કંપની દ્વારા આ ઝૂલતા પૂલનું રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. જે સમારકામની કામગીરી એકદમ નબળી કરવામાં આવી હતી તેવું તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ કંપનીના માલિક જયસુખ પટેલ સહિત જવાબદાર તમામ નિર્દોષ લોકોને જેલ હવાલે કરી દેવાયા છે. જે મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ફરી એકવાર કોંગ્રેસ નેતાઓએ ઝૂલતા પૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા છે અને SITની તપાસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.  

The names of two general ministers and state ministers of BJP may be announced before Diwali.

દેશના પાંચ રાજ્યોમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે બાદ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીની તૈયારી પહેલા ભાજપમાં મેરેથોન બેઠક ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો પાર્ટીની અંદર ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ખાલી પદો ઝડપથી ભરાય તેવી સંભાવનાઓ છે. 

After Gaza, now Iran's turn? Israeli minister hints at a big war, multiple attacks on Hamas, know top update..

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 18મો દિવસ છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 4 હજાર 651 લોકોના મોત થયા છે. ઉગ્રવાદી સંગઠન હમાસના હુમલાને કારણે 1,405 ઈઝરાયેલી લોકોના મોતની પુષ્ટિ થઈ છે. દરમિયાન, રાહત સામાન વહન કરતા 14 ટ્રકોના બીજા કાફલાને ગાઝામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા અને ઈટલીના નેતાઓએ પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસ સામે પોતાનો બચાવ કરવાના ઈઝરાયેલના અધિકારનું સમર્થન કર્યું છે.તેમણે ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓનું પાલન કરવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાની તેમની વિનંતીનો પુનરોચ્ચાર પણ કર્યો.

PM Modi talked with Jordan king Abdullah 2 about hamas israel war

ઈઝરાયલ-હમાસની વચ્ચે 7 ઑક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોર્ડનનાં કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે ફોન પર વાતચીત કરી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી.PM મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કિંગ અબ્દુસલ્લા 2 સાથે વાતચીત થઈ. બંનેની વચ્ચે વેસ્ટ એશિયામાં હાલનાં સમયમાં ચાલી રહેલા ડેવેલોપમેન્ટ પર ચર્ચા થઈ. તેમણે કહ્યું કે અમે આતંકવાદ, હિંસા અને સામાન્ય નાગરિકોનાં મૃત્યુને લઈને ચિંતા વ્યક્ત કરી. 

દેશભરમાં દશેરાનો જશ્ન શરુ, અમૃતસર અને પટણા સહિતના શહેરોમાં કરાયું રાવણના  પૂતળાનું દહન

આજે  24 ઓક્ટોબર 2023ને મંગળવારના રોજ વિજયાદશમીનો પવિત્ર તહેવાર ઉજવાશે. અધર્મ પર ધર્મના વિજયરૂપે આ પર્વ મનાવવા આવે છે.તથા અનિષ્ટ પર સારાનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દૂ માન્યતા અનુસાર દશેરાના દિવસે ભગવાન રામેં લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો અને વિજય પ્રાપ્ત કરી ફરી પધાર્યા હતા.

  • હિન્દૂ પંચાંગ અનુસાર વાત કરવામાં આવે તો આ વર્ષે દશેરા પર રાવણ દહનનો સમય  આજે સાંજે 06:35 થી 08:30ની યોગ્ય છે.
  • વિજયાદશમી તહેવાર:આજે 24 ઓક્ટોબર 2023, મંગળવાર
  • વિજય મુહૂર્ત: 01:58 થી 02:43 વાગ્યા સુધી
  • કુલ સમયગાળો - 45 મિનિટ
  • બપોરનો પૂજા સમય: બપોરે 01:13 થી 03:28 PM
  • કુલ સમયગાળો: 02 કલાક 15 મિનિટ
  • રાવણ દહનનો સમય: સાંજે 06:35 થી 08:30 સુધી

Hardik Pandya Injury Update: The wait for Hardik Pandya's comeback will be over, Team India got a big relief.

ગુરુવારે બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. ઈજા બાદ હાર્દિક ફિલ્ડિંગ માટે પાછો ફર્યો ન હતો. BCCI તરફથી આગામી મેચને લઈને અપડેટ આપતાં કહેવામાં આવ્યું હતું કે તે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ટીમનો ભાગ નહીં હોય, જે ગયા રવિવારે રમાઈ હતી. પરંતુ એક અહેવાલમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને કહ્યું છે કે હાર્દિકની ઈજા બહુ ગંભીર નથી. તેને માત્ર મચકોડ આવી છે અને તે 29 ઓક્ટોબર રવિવારે ઇંગ્લેન્ડ સામે રમાનારી મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયાને ધર્મશાલાની મુલાકાત લેવા માટે બે દિવસનો વિરામ આપવામાં આવ્યો છે. ભારતે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે મેચ રમી હતી.

Pakistan vs Afghanistan World Cup 2023: Afghanistan On Verge Of Historic Victory Against Pakistanવર્લ્ડ કપમાં નાની ગણાતી અને ઓછી જાણીતી ટીમે એક મોટો ચમત્કાર કરી દેખાડ્યો છે. અફઘાનિસ્તાનની ટીમ હજુ જેવી જોઈએ તેવી કસાયેલી નથી તેમ છતાં પણ તેણે એક સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં જાણીતી એવી પાકિસ્તાન ટીમને હરાવી દીધું હતું. ચેન્નઈમાં રમાયેલી મેચમાં સૌથી દિલચસ્પ વાત એ છે કે અફઘાનિસ્તાનના 4 ખેલાડીઓએ જ 
પાકિસ્તાનનો ખેલ પૂરો કરી દીધો હતો અને નિર્ધારીત 50 ઓવરમાં મળેલો ટાર્ગેટ પૂરો કરી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ