બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / If the BJP did not give tickets, the woman leader left the party office by bowing down

રાજનીતિ / ગજબ રાજકારણ: BJPએ ટિકિટ ન આપી તો પાર્ટી ઓફિસ દંડવત પ્રણામ કરીને નીકળ્યા મહિલા નેતા, હવે AAP ટિકિટ આપે તેવી શક્યતા

Priyakant

Last Updated: 01:57 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhya Pradesh Election 2023 News: ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ નેતાએ ત્રણ દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી રાજીનામું આપી દીધું,  ભાજપ કાર્યાલયના ગેટ પર માથું નમાવ્યું અને હવે આપમાં જોડાયા

  • મધ્યપ્રદેશમાં ચૂંટણીમાં ટિકિટ નહિ મળતા પૂર્વ ધારાસભ્યનું રાજીનામું 
  • પાર્ટી ઓફિસે દંડવત પ્રણામ કરી નીકળ્યા મહિલા નેતા, આપમાં જોડાયા 
  • પૂર્વ ધારાસભ્ય મમતા મીણા ગુરુવારે  આમ આદમી પાર્ટીમાં જોડાયા 

Madhya Pradesh Election 2023 : ચૂંટણી આવે અને અનેક આગેવાનો કે નેતાઓને ટિકિટ ન મળે એટલે નારાજ થાય તે સ્વાભાવિક છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય મમતા મીણા ગુરુવારે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP)માં જોડાઈ ગયા છે. ગુનાની ચાચોડા બેઠક પરથી ટિકિટ ન મળવાથી નારાજ મમતાએ ત્રણ દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપીને જતા સમયે તેમણે ભાજપ કાર્યાલયના ગેટ પર માથું નમાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. 

મધ્યપ્રદેશમાં આ વખતે ભાજપે ચાચોડા બેઠક પરથી પ્રિયંકા મીણાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મધ્યપ્રદેશમાં BJPની પહેલી યાદીમાં પ્રિયંકાનું નામ જોઈને મમતા ગુસ્સે થઈ ગયાઅને તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. આમ આદમી પાર્ટી વતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહેવામાં આવ્યું કે, મમતા મીનાએ દિલ્હીમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી છે. 

શું કહ્યું નારાજ મમતા મીણાએ ? 
મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય મમતા મીણાએ કહ્યું કે, તે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ખુશ છે અને પાર્ટી દ્વારા આપવામાં આવેલી કોઈપણ જવાબદારી નિભાવવા તૈયાર છે. મીનાએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં લોકો સત્તારૂઢ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસથી નારાજ છે અને આ વખતે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને તક આપવા માંગે છે. AAPએ કહ્યું કે મીના 18 વર્ષથી મધ્ય પ્રદેશના રાજકારણમાં સક્રિય છે અને ગુના જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 

2008માં હાર્યા અને 2013માં જીત્યા અને ફરી 2018માં..... 
મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય મમતા મીણાને 2008માં ચાચોડા બેઠક પરથી કોંગ્રેસના શિવનારાયણ મીણાએ 8 હજાર મતોથી હરાવ્યા હતા. પરંતુ 2013માં મમતાએ શિવનારાયણને 34 હજાર મતોથી હરાવ્યા હતા. આ દરમિયાન વર્ષ 2018 ભાજપે ત્રીજી વખત ઉમેદવાર બનાવ્યા. પરંતુ આ વખતે તે પૂર્વ સીએમ દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહ સામે હારી ગયા હતા. મમતા મીણા 2018માં 9,797 મતોથી હારી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ