બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If such symptoms appear in the body, then understand that there is a problem in the liver

સ્વાસ્થ્ય / શરીરમાં દેખાય આવા લક્ષણ તો સમજી જજો, લીવરમાં છે સમસ્યા: ડૉક્ટરને બતાવવું જરૂરી

Pooja Khunti

Last Updated: 10:49 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોકટરોના જણાવ્યા મુજબ હીપેટાઇટિસ B થી સંક્રમિત લોકોને પીળાસ પડતો પેશાબ થવા લાગે છે. તમને આ લક્ષણો જોવા મળે તો તમારે તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

લીવર શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. તેથી તે યોગ્ય રીતે કામ કરવું જોઈએ. લીવર સારી રીતે કામ કરે તો જ પાચન તંત્ર મજબૂત બને છે. યોગ્ય રીતે ખોરાકનું પાચન થાય તો શારીરક સ્વાસ્થ્ય સારું રહે છે. ઘણા લોકો ખરાબ આહારનું સેવન કરે છે અને ગંદુ પાણી પીવે છે. જેના કારણે તેમના લીવરને નુકસાન પહોંચે છે. વધુ પ્રમાણમાં દારૂના સેવનના કારણે પણ લીવર ખરાબ થઈ શકે છે. જેના કારણે લીવરનું કેન્સર વગેરે જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તમારે લીવરને લગતા આ 5 લક્ષણોને નજરઅંદાજ ન કરવા જોઈએ. 

તાવ અને સાંધાનો દુ:ખાવો 
લીવર ખરાબ થતાં જ હીપેટાઇટિસની સમસ્યા થવી એ સામાન્ય બીમારી છે. તેના કારણે લીવરમાં સોજો આવી જાય છે. જેથી તમને તાવ રહે છે. તાપમાન વધવાને કારણે થાક લાગે, માથામાં દુ:ખાવો થાય અને સાંધામાં પણ દુ:ખાવો થવા લાગે છે. તમને તાવ અન્ય કારણોસર પણ આવી શકે છે. 

પીળાસ પડતો પેશાબ થવો 
ડોકટરોના જણાવ્યા મુજબ હીપેટાઇટિસ B થી સંક્રમિત લોકોને પીળાસ પડતો પેશાબ થવા લાગે છે. તમને આ લક્ષણો જોવા મળે તો તમારે તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 

ઊલટી થવી અને ભૂખ ન લાગવી 
હીપેટાઇટિસ B થી સંક્રમિત લોકોના લીવરમાં સોજો જોવા મળે છે. જેના કારણે ઊલટી થાય છે, ચક્કર આવે છે અને ભૂખ પણ નથી લાગતી. 

તમારા શરીરનો રંગ પીળો થઈ શકે છે 
લીવરમાં સોજા અને સંક્રમણને કારણે તમને કમળો થઈ શકે છે. જેના કારણે તમારી ત્વચા પીળી પડવા લાગે છે. આ હીપેટાઇટિસ B ના કારણે છે કે પછી કમળાના કારણે તે જાણવા માટે તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 

વાંચવા જેવું: મેનોપોઝ બાદ મહિલાઓમાં વધી જાય છે હાર્ટએટેકનો ખતરો; જાણો કારણ અને બચાવ માટેના ઉપાય

તમારું વજન ઘટી શકે છે અને પેટમાં દુ:ખાવો વધી શકે છે 
જો તમારું લીવર વધુ સંક્રમિત થઈ ગયું હોય તો તેની સીધી અસર તમારા પેટ પર જોવા મળે છે. તમને ભૂખ નથી લાગતી જેના કારણે તમારો વજન ઘટવા લાગે છે. જો લિવરની જગ્યાએ પેટમાં દુ:ખાવો થતો હોય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ