બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / IED found in Bandipora security forces on target

ષડયંત્ર / જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનું વધુ એક કાવતરું નિષ્ફળ: બાંદીપોરામાં IED મળતા ખળભળાટ, સુરક્ષા દળો હતા નિશાના પર

Malay

Last Updated: 09:56 AM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સુરક્ષા દળોને બાંદીપોરામાંથી IED મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય સેનાના જવાનો આતંકવાદીઓના નિશાના પર હતા.

 

  • ભારતીય સેનાને જમ્મુ-કાશ્મીરમાં મળી મોટી સફળતા
  • ફરી એકવાર આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો 
  • બાંદીપોરામાંથી IED મળી આવ્યો, જવાનો હતા નિશાના પર

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સુરક્ષા દળોને બાંદીપોરા રોડ નજીક અહસ્ટિંગો વિસ્તારમાંથી એક IED મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આ IED વિસ્ફોટકને પ્લાન્ટ કર્યો હતો, જેથી જ્યારે ભારતીય જવાનો આ માર્ગ પરથી પસાર થાય ત્યારે વિસ્ફોટ કરી શકાય. જો કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું અને IED શોધી કાઢ્યો. હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ(bomb disposal squad) IEDને ડિફ્યુઝ કરવા અને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ પહેલા પણ આતંકીઓ કરી ચૂક્યા છે અનેક કાવતરા 
વાસ્તવમાં, આ પહેલીવાર નથી જ્યારે આતંકવાદીઓએ IED પ્લાન્ટ કર્યો હોય, પરંતુ આ પહેલા પણ આતંકવાદીઓ સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આવા કાવતરા કરી ચૂક્યા છે. તાજેતરમાં બુધવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં સુરક્ષા દળોને જંગલમાંથી એક બેગમાં રાખેલા ત્રણ IED વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ રીતે સુરક્ષા દળોએ આતંકવાદીઓના સંભવિત વિસ્ફોટના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું.

ત્રણ પુલના મળી આવ્યા હતા ફોટોગ્રાફ્સ 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેગમાંથી વિસ્ફોટકો સિવાય ત્રણ પુલના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા, જેનાથી એવું લાગે છે કે આ પુલ આતંકવાદીઓના નિશાન પર હતા. તેમણે કહ્યું કે, સેના અને પોલીસની ટીમને બુધવારે મોડી રાત્રે આ બેગ ગૂલ સબ-ડિવિઝનના સાંગલદાનના બશારા-ધરમ જંગલોમાંથી મળી આવી હતી. જેમાં વિસ્ફોટકોના છ પેકેટ, 49 કારતૂસ, એક-એક સેફ્ટી ફ્યુઝ, બેટરી અને ડિટોનેટર અને 20 મીટર લાંબો વાયર પણ હતો.

કઠુઆમાંથી પણ ત્રણ IED, સ્ટીકી બોમ્બ જપ્ત 
આ પહેલા 8 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ત્રણ IED અને સ્ટીકી બોમ્બ મળી આવ્યા હતા. જમ્મુ ક્ષેત્રના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) મુકેશ સિંહે જણાવ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના એક આતંકીની 2 ઓક્ટોબરે કઠુઆમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ બાદ આ સામગ્રીઓ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર,
બિલાવર ગામનો આતંકવાદી ઝાકિર હુસૈન ભટ ઉર્ફે ઉમર ફારૂક વિવિધ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા પાકિસ્તાનથી સક્રિય જૈશ-એ-મોહમ્મદની સાથે સંપર્કમાં હતો અને તેને જમ્મુ ક્ષેત્રમાં હુમલો કરવા માટે IED અને સ્ટીકી બોમ્બનું એક કન્સાઈનમેન્ટ મળ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ