બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ICC changed the super over soft signal Boundary distance rules for ODI world cup 2023
Vaidehi
Last Updated: 05:34 PM, 2 October 2023
ADVERTISEMENT
ભારતમાં 5 ઑક્ટોબરથી ક્રિકેટનાં મહાકુંભ વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ઘણાં ફેરફારો થયાં છે. સૌથી ખાસ વાત તો એ છે કે પહેલીવખત સંપૂર્ણ વનડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલા 2011માં ટૂર્નામેન્ટ ભારતમાં થઈ હતી પરંતુ સંયુક્ત હોસ્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ હતાં. ભારતની યજમાનીમાં આ વખતે વર્લ્ડ કપ માટેનાં અનેક નિયમો પણ બદલાયા છે.
સુપર ઓવર બાદ બાઉંડ્રી કાઉન્ટ
ગત ટૂર્નામેન્ટમાં એવો નિયમ હતો કે સુપર ઓવર બાદ પણ જો મેચ ટાઈ થાય છે તો સંપૂર્ણ મેચમાં જે ટીમે સૌથી વધુ બાઉંડ્રી (ચોગ્ગા-છગ્ગા) ફટકાર્યા હશે તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે. આ નિયમને લીધે ઈંગ્લેન્ડ ચેમ્પિયન બની હતી. પરંતુ નવા નિયમ અનુસાર જો સુપર ઓવરમાં ટાઈ થાય છે તો મેચને ત્યાં સુધી આગળ વધારવામાં આવશે જ્યાં સુધી મેચનું પરિણામ નથી મળતું.
ADVERTISEMENT
સોફ્ટ સિગ્નલ
ICCએ હાલમાં જ આ વર્ષે જૂનમાં સોફ્ટ સિગ્નલનાં નિયમોને બદલ્યાં હતાં. નિયમ અનુસાર જો કોઈ ફીલ્ડ એપાયર નિર્ણય નથી લઈ શકતો તો તે થર્ડ એમ્પાયર પાસે જઈ શકે છે. પરંતુ પોતાનો નિર્ણય રાખવા માટે ફીલ્ડ એમ્પાયર એક સિગ્નલ આપતો હતો જેને સોફ્ટ સિગ્નલ કહેવાતું હતું. ઉદાહરણ તરીકે જો ફીલ્ડ એમ્પાયરને જે-તે પ્લેયર આઉટ લાગે છે તો તે સોફ્ટ સિગ્નલ આપશે પણ વધુ એક ઓપિનિયન લેવા માટે તે થર્ડ એમ્પાયર પાસે જશે. ફીલ્ડ એમ્પાયરનાં સોફ્ટ સિગ્નલને કારણે થર્ડ એમ્પાયર નિષ્પક્ષ ધોરણે નિર્ણય નહોતો લઈ શકતો. પરિણામે સોફ્ટ સિગ્નલનાં નિયમને હાલમાં રદ કરવામાં આવ્યો છે.
બાઉંડ્રીનું ડિસ્ટન્સ
ભારતમાં વર્લ્ડકપ 2023ની મેચ અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, બેંગલૂરુ, હૈદ્રાબાદ, કોલકત્તા, લખનઉ, મુંબઈ, પુણે અને ધર્મશાલામાં થવાની છે. આ મેદાનોની બાઉન્ડ્રી મોટી છે. પરંતુ કેટલીક જગ્યાએ નાની બાઉન્ડ્રીનાં કારણે બોલર્સ માટે કામ સરળ થઈ જાય છે. તેવામાં આ વખતે ICCનાં નિયમ અનુસાર બાઉન્ડ્રીનું ડિસટન્સ ઓછામાં ઓછું 70 મીટર રાખવાની વાત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.