બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / I am very sad today, I never thought that... PM Modi met the Prime Minister of Japan, see what he said

PM MODI JAPAN VISIT / આજે બહુ દુખી છું, ક્યારેય વિચાર્યું નહોતુ કે... જપાનનાં વડાપ્રધાન સાથે PM મોદીએ કરી મુલાકાત, જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 10:13 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેતા પહેલા PM નરેન્દ્ર મોદીએ જાપાનના PM ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી

  • જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના આજે સરકારી સન્માન અંતિમ સંસ્કાર 
  • વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા
  • અંતિમ સંસ્કારમાં ભાગ લેતા પહેલા PM મોદીએ જાપાનના PM ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી
  • આ મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવી

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના આજે સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આમાં હાજરી આપવા માટે ભારતીય વડાપ્રધાન મોદી ગઈકાલે રાત્રે એટલે કે 26 સપ્ટેમ્બરે જાપાન પહોંચ્યા હતા. અંતિમ સંસ્કારમાં ભાગ લેતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મંગળવારે ટોક્યો પહોંચ્યા હતા. મંગળવારે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં મોદી ઉપરાંત વિશ્વના ઘણા નેતાઓ ભાગ લેશે. આબેના અંતિમ સંસ્કારમાં 20 થી વધુ રાજ્યો અને સરકારોના વડાઓ સહિત 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

મહત્વનું છે કે, પ્લેન લેન્ડ થતાની સાથે પોતાની કેટલીક તસવીરો શેર કરતા મોદીએ લખ્યું, “ટોક્યો પહોંચી ગયો છું.” તેમણે જાપાનીઝમાં પણ આ જ ટ્વિટ કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો પહોંચી ગયા છે. તેઓ આજે શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. તેઓ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે અને ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે.

આ પહેલા સોમવારે મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "હું (જાપાનના) પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આજે રાત્રે ટોક્યો જઈ રહ્યો છું."  તેમણે આબેને પ્રિય મિત્ર અને ભારત-જાપાની મિત્રતાના મહાન સમર્થક ગણાવ્યા. મોદીએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન કિશિદા અને આબેની પત્ની અકીને મળીને તમામ ભારતીયો વતી શોક વ્યક્ત કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ