બ્રેકિંગ ન્યુઝ
Bijal Vyas
Last Updated: 08:12 PM, 30 May 2023
ADVERTISEMENT
Relationship Tips: ઘરમાં મહેમાનનોનું આવવુ તે એક સામાન્ય વાત છે. પતિની રજાના દિવસે તેના મિત્રો પણ ઘરે આવીને લંચ કે ડિનર સાથે રજાનો આનંદ માણે છે. પણ જ્યારે કોઈ મિત્ર રોજ આવે અથવા દર બીજા દિવસે ટપકતો હોય ત્યારે પત્ની નારાજ થઈ જાય છે. આવી સ્થિતિમાં, પત્નીએ માત્ર તેનું મનોરંજન કરવું પડતું નથી. સાથે જ પ્રાઈવસી પણ ખતમ થવા લાગે છે. જેના કારણે પતિ-પત્ની વચ્ચે લડાઇ-ઝઘડા પણ થવા લાગે છે. આવો જાણીએ આવી સ્થિતિમાં કેટલીક સરળ ટિપ્સ દ્વારા તમે તમારી પ્રાઇવસી જાળવી શકો છો.
ADVERTISEMENT
આ બાબતે પતિ સાથે કરો વાત
જો તમારા પતિના મિત્રોને કારણે તમારી પ્રાઈવસી રહી નથી તો તેમની સાથે ઝઘડવાને બદલે તેમની સાથે પ્રેમથી વાત કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તેમને સમજાવો કે મિત્રોનું રોજેરોજ ઘરે આવવુ તમને પસંદ નથી, તે તેમની પ્રાઇવસીને ખરાબ કરે છે. ક્યારેક ક્યારેક આવવું ઠીક છે પણ રોજ રોજ ઘરે આવવું એ યોગ્ય નથી.
પતિના મિત્રોને લઇ નક્કી કરો નિયમ
જ્યારે તમારા પતિના મિત્રો ઘરે આવે ત્યારે તમારે તમારા પતિ સાથે લડવાની જરૂર નથી. આ માટે, તમે તમારા પતિ સાથે બેસીને મિત્રોને આવવા માટેના ચોક્કસ નિયમો નક્કી કરો, એટલે કે તમે તમારા ઘર માટે કેટલાક નિયમો નક્કી કરો. મિત્રો જેમ મહિનામાં બે થી ત્રણ વાર ઘરે આવે. રોજ રોજ આવવું યોગ્ય નથી. આ રીતે તમારા ઘરમાં પણ શાંતિ રહેશે. આનાથી તમારા પતિ પણ પોતાના મિત્રો સાથે ઘરે સમય પસાર કરી શકશે.
પતિથી તેમના મિત્રો આવવાનો દિવસ નક્કી કરો
તમે તમારા પતિ માટે મિત્રોની મુલાકાત લેવા માટે એક દિવસ નક્કી કરો. તમારા ઘરની પ્રાઇવસી માટે આ જરૂરી છે. તમે અઠવાડિયાનો એક દિવસ મિત્રો માટે બનાવો છો. એક દિવસ નક્કી કરો અને તે જ દિવસે મળો. તેવામાં તમે બંને કોલિટી ટાઇમ વિતાવી શકશો. અને સંબંધો પણ જળવાશે. મિત્રો સાથે લડાઈ ટાળો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.