બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Husband attempts to kill wife in Bopal, Ahmedabad

હદ થઈ.. / અમદાવાદમાં માથાફરેલ પતિએ પત્નીના ગુપ્ત ભાગ પર ડિસમિસના ઘા મારી કર્યો હત્યાનો પ્રયાસ, કારણ જાણી હેબતાઈ જશો

Vishnu

Last Updated: 05:02 PM, 24 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પર સ્ત્રીના ફોટાને લઈ પતિ પત્નીનો થયો હતો ઝઘડો, ફરિયાદીએ લગાવેલા આક્ષેપો બાદ પોલીસ આરોપી પતિની ધરપકડ કરી છે.

  • બોપલમાં પત્નીની હત્યાનો પ્રયાસ
  • પત્નીએ પતિ સામે નોંધાવી ફરિયાદ
  • પોલીસે આરોપી પતિની કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં પતિની હેવાનિયત સામે આવી છે. પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યા છે કે, પતિ એ ખુરશી સાથે બાંધી માર માર્યો અને ગુપ્ત ભાગે ડિસમિસ ના ઘા માર્યા હતા. તેટલા માં ઓછું હોય તેમ પત્નીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો

ગુપ્ત ભાગે ડીસમિસના ઘા માર્યા, ઓશિકા વડે મોં દબાવી હત્યાનો પ્રયાસ
બોપલ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ લોકેન્દ્ર ભંડારી છે.જે અમદાવાદ અને બેંગ્લોરમાં સ્પા સેન્ટર નું વ્યવસાય સાથે જોડાયેલો છે. લોકેન્દ્ર વિરુદ્ધ તેની જ પત્નીએ શારીરિક-માનસિક ત્રાસ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે.પરણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે. કે પતિ લોકેન્દ્રના અન્ય યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણ હતા. અને તેનો વિરોધ નોંધાવતા પત્ની ને ખુરશી સાથે બાંધી માર મારવામાં આવ્યો.સાથે જ ગુપ્ત ભાગે ઇજા પણ પહોંચાડી હતી. પરણિતા જ્યારે સુતી હતી ત્યારે ઓશિકા વડે મોં દબાવી હત્યાના પ્રયાસની કોશિશ કરી હતી.જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

પર સ્ત્રીના ફોટાને લઈ થઈ હતી બબાલ
ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે 16 વર્ષ પહેલા તેના લગ્ન લોકેન્દ્ર સાથે થયા હતા. પરંતુ સ્પાના વ્યવસાયમાં જોડાયા બાદ અન્ય સ્ત્રીઓ સાથે તેના સંબંધો અંગે જાણ થઈ હતી.હદ તો ત્યારે થઇ કે જ્યારે પતિ એ જ અન્ય ત્રણ સ્ત્રીઓના ફોટા મોકલી પત્ની પાસે અભિપ્રાય માંગ્યો કે આમાંથી કઈ સ્ત્રી સારી છે .જેનો વિરોધ કરતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, અને તે ઝઘડો હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગયો જોકે હવે આરોપી પોલીસની ગીરફ્ત મા પોતાની પત્ની પર આક્ષેપ કરી રહ્યો છે. જોકે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આરોપીની પોલીસસે કરી ધરપકડ
બોપલ પોલીસે શારીરિક-માનસિક ત્રાસ. હત્યાના પ્રયાસ અને દહેજ પ્રતિબંધિત અધિનિયમ ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ફરિયાદીના મેડીકલ પરીક્ષણ કરાવી આરોપી વિરુદ્ધ સાયન્ટિફિક પુરાવા એકઠા કરવા તજવીજ હાથ ધરી છે. સાથે જ ફરિયાદીએ લગાવેલા આક્ષેપો સાચા છે. કે ખોટા તે જાણવા પરિવારજનો અને પાડોશીના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ