બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Huge Rajasthan Congress Crisis As 92 Team Gehlot MLAs Threaten To Quit

જયપુર / BIG NEWS : રાજસ્થાનમાં મોટી ઉથલપાથલ, પાયલટની સીએમ દાવેદારીના વિરોધમાં કોંગ્રેસના 92 MLAના રાજીનામા

Hiralal

Last Updated: 10:26 PM, 25 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનની રાજનીતિમાં આવેલા એક મોટા ઘટનાક્રમમાં સચિન પાયલટની સીએમ દાવેદારીના વિરોધમાં કોંગ્રેસના 92 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે.

  • રાજસ્થાનની રાજનીતિમાં મોટી ઉથલપાથલ
  • કોંગ્રેસના 92 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું 
  • સચિન પાયલટની સીએમ દાવેદારીના વિરોધમાં ગેહલોત કેમ્પના ધારાસભ્યો 
  • નારાજ ધારાસભ્યો સ્પીકર સીપી જોશીના ઘેર પહોંચ્યાં 
  • અશોક ગેહલોત છોડી રહ્યાં છે સીએમ પદ
  • લડી રહ્યાં છે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી

રાજસ્થાનમાં મોટી રાજકીય ઉથલપાથલ મચી છે. સીએમ અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશન ફાઈલ કરે તે પહેલા કોંગ્રેસ મોટા સંકટમાં ઘેરાઈ છે. સચિન પાયલટની સીએમ દાવેદારીના વિરોધમાં ગેહલોત કેમ્પના 92 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. રાજસ્થાન સરકારમાં મંત્રી અને ગેહલોતના નજીકના ધારાસભ્ય પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે તમામ ધારાસભ્ય ગુસ્સામાં છે અને રાજીનામું આપી રહ્યાં છે. અમે તેને માટે અધ્યક્ષ પાસે જઈ રહ્યાં છે. ધારાસભ્યોનું કહેવું છે કે સીએમ અશોક ગેહલોત તેમને પૂછ્યા વગર કેવી રીતે નિર્ણય લઈ શકે. 

પાર્ટી અમારી વાત માને તો સંકટ ટળી જશે- પ્રતાપ સિંહ ખાચરિયાવાસ
સચિન પાયલટને સીએમ ન બનવા દેનાર ધારાસભ્યોની આગેવાની કરનાર પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે સરકાર પડી નથી. અમારા પરિવારના વડા અમારી વાત સાંભળશે તો નારાજગી દૂર થઈ જશે. લોકશાહી સંખ્યાથી ચાલે છે. રાજસ્થાનના ધારાસભ્યો જેમની સાથે હશે તેઓ નેતા હશે. ખાચરિયાવાસે કહ્યું કે 100થી વધારે ધારાસભ્ય એક બાજુ છે અને બીજી બાજુ 10-15 ધારાસભ્યો છે. 10-15 ધારાસભ્યોની વાત સાંભળી લેવામાં આવે છે. પાર્ટી અમારી વાત સાંભળતી નથી. 
 

સ્પીકર સીપી જોશીના નિવાસસ્થાને આવ્યાં ધારાસભ્યો
પ્રતાપસિંહ ખાચરિયાવાસની આગેવાનીમાં ગેહલોત કેમ્પના ધારાસભ્યો સ્પીકર સીપી જોશીના નિવાસસ્થાને આવ્યાં હતા અને તેમને રાજીનામા સોંપ્યાં હતા. 

અશોક ગેહલોતના ઘેર ધારાસભ્ય દળની બેઠક પહેલા સર્જાયો ઘટનાક્રમ
મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘેર ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ હતી. તેને માટે દિલ્હીથી મલ્લિકાર્જુન ખડગે, અજય માકન જયપુર પહોંચ્યાં હતા. બેઠકમાં પાર્ટી હાઈકમાન્ડને નવા મુખ્યમંત્રીની પસંદગી કરવાનું જણાવાયું હતું. હાઈકમાન્ડ સચિન પાયલટને સીએમ બનાવવાની તરફેણમાં છે પરંતુ સચિન પાયલટ સીએમ બને તેવું ગેહલોત કેમ્પના ધારાસભ્યોને મંજૂર નથી. 

સચિન પાયલટને મુખ્યમંત્રી તરીકે જોવા માગતા નથી ધારાસભ્યો
આ તમામ ધારાસભ્યો મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટને જોવા માગતા નથી. અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યાં હોવાથી મુખ્યમંત્રી પદ ખાલી થવાનું છે અને મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટનું નામ સામે આવતા ગેહલોત કેમ્પના ધારાસભ્યો નારાજ થયા હતા અને સાગમટે રાજીનામા આપ્યાં હતા. 

સીપી જોશી પણ સ્પીકર પદેથી આપશે રાજીનામું
સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો સીપી જોશીએ પણ સ્પીકર પદેથી રાજીનામું આપવાની તૈયારી દેખાડી છે. 

કોંગ્રેસ ધારાસભ્યની બેઠક રદ
92 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસ ધારાસભ્યની બેઠક રદ કરાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ