બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / HSRP clean bold against Meghraja's stormy 'batting', increase in expenditure of Ahmedabadites

મેઘો બન્યો આફત / મેઘરાજાની તોફાની ‘બેટિંગ’ સામે HSRP ક્લીન બોલ્ડ, અમદાવાદીઓના ખર્ચામાં વધારો

Vishal Khamar

Last Updated: 07:41 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ અમદાવાદનાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.પાણી ભરાઈ જવાને કારણે વાહન પાણીમાં ચલાવતા નંબર પ્લેટ નીકળી જવા પામી હતી. જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.

  • મેઘરાજા મનમુકી એક અઠવાડિયું વરસ્યા
  • ઠેર ઠેર પાણી ભરાતા બાઈકની નંબર પ્લેટ નીકળી જાય છે
  • 200 થી વધુ વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ

શહેરમાં વરસાદની એન્ટ્રી તો થઇ ગઇ હતી પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં મેઘરાજા જે રીતે મન મૂકીને વરસી રહ્યા છે તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. જ્યારે પણ મેઘરાજા તોફાની બેટિંગ કરે છે ત્યારે ત્યારે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) ક્લીન બોલ્ડ થઇ જાય છે. સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરની ૨૦૦થી વધુ કારની નંબર પ્લેટ નીકળી ગઇ હોવાની ઘટના સામે આવી છે. કેટલીક જગ્યાએ એક રિવેટ નીકળી જતાં નંબર પ્લેટ રીતસર લટકી ગઇ હતી. જ્યારે વરસાદી પાણી ઓસર્યાં ત્યારે નંબર પ્લેટ બહાર આવી ગઈ હતી.

  નંબર પ્લેટ નીકળી જતા RTO ની તકલાદી કામગીરીની પોલ ખુલ્લી પડી
શહેરમાં અષાઢી માહોલ જામ્યો છે અને મેઘરાજાએ શરૂઆતમાં જ તોફાની બેટિંગ શરૂ કરી દેતાં અમદાવાદી ત્રાહિમામ્ પોકારી ગયા છે. સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઇ જતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વરસાદના કારણે આરટીઓની તકલાદી કામગીરી પરથી પણ પરદો ઊંચકાઇ ગયો છે. મુશળધાર વરસાદ પડે એટલે હાઇસિક્યોરિટીવાળી એચએસઆરપી લગાવવાની સિસ્ટમમાં ખામી હોવાનું સામે આવે છે. 
શહેરમાં ભારે વરસાદ બાદ વરસાદનાં કારણે પાણી ભરાઇ ગયાં હતાં, જેમાં ૨૦૦થી વધુ નંબર પ્લેટ નીકળી ગઇ હતી. પાણીને ચીરીને કાર પસાર થતી હોય છે જેના કારણે ઊભા થતાં ઘર્ષણના કારણે રિવેટ નીકળી જાય છે. વાહનોમાં ફરજિયાત એચએસઆરપી આવી ગઇ છે, જેના કારણે આજે દરેક વાહનમાં એચએસઆરપી નીકળી ગઇ છે. 

પાણી સાથે નંબર પ્લેટનું ઘર્ષણ થતા નંબર પ્લેટ નીકળી જાય છે
વરસાદ જ્યારે પણ વરસે અને ઠેર ઠેર પાણી ભરાય ત્યારે એચએસઆરપી નીકળી જાય છે. કારના બમ્પરમાં નંબર પ્લેટ લાગે છે, જેનાં કારણે આ સમસ્યા સર્જાય છે. ફાઈબરનાં બમ્પર હોવાનાં કારણે રિવેટ જોઇએ તેવો ફીટ થતો નથી. જેનાં કારણે પાણી સાથે નંબર પ્લેટનું ઘર્ષણ થાય છે. વરસાદ શાંત થતાંની સાથે જ પાણી ઓસરી જાય છે ત્યારે રોડ પર નંબર પ્લેટ પડેલી જોવા મળે છે. નંબર પ્લેટ ફીટ કરતાં સમયે લગાવવામાં આવતા રિવેટની ક્વોલિટી બોગસ હોવાના કારણે આ સમસ્યા સર્જાય છે. જેના કારણે ચાલકોને નુકસાન વેઠવાનો દિવસ આવી ગયો છે.  ટુ વ્હીલરમાં નંબર પ્લેટ લોખંડની પ્લેટ પર લાગી હોવાથી વરસાદી માહોલમાં રિવેટ નીકળી જતો નથી ત્યારે કારમાં અવારનવાર રિવેટ નીકળી જાય છે. કારની પાછળની સાઇડમાં લગાવેલી નંબર પ્લેટ નીકળી જતી નથી જ્યારે આગળ ભાગે તો નંબર પ્લેટ નીકળી જાય છે. 

સિંધુ ભવન, હેલ્મેટ સર્કલ સહિતની જગ્યા પર પાણી ભરાયા હતા
નંબર પ્લેટમાં મશીન દ્વારા રિવેટ (બોલ્ટની જેમ) ફીટ કરવામાં આવે છે. જ્યારે કોઇ પણ કાર ત્રણ ચાર ફૂટ પાણીમાંથી પસાર થાય ત્યારે પાણીનું એચએસઆરપી અને બમ્પર સાથે ઘર્ષણ થાય છે, જેના કારણે રિવેટ નીકળી જતાં નંબર પ્લેટ સરકી પડે છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદથીખાસ કરીને શહેરના સિંધુ ભવન, હેલ્મેટ સર્કલ સહિતની જગ્યા પર પાણી ભરાઇ ગયાં હતાં ત્યારે કેટલાક વાહનો ત્રણ-ચાર ફૂટ પાણીમાંથી પણ પસાર થતા હતા. 

પોલીસને જવાબ આપવો ભારે પડે
તકલાદી રિવેટના કારણે દર વર્ષે નંબર પ્લેટ નીકળી જવાની અનેક ઘટનાઓ બને છે. ગત વર્ષે પણ ૫૦૦થી વધુ કારમાં નંબર પ્લેટ નીકળી ગઇ હતી. જેમાં કેટલાક લોકો એક મહિના સુધી નંબર પ્લેટ વગરની કાર લઇને ફર્યા હતા. જ્યારે પણ પોલીસ કર્મચારીઓ નંબર પ્લેટ વગરની કાર રોકે ત્યારે ચાલકને જવાબ આપવો પણ ભારે પડી જાય છે. વરસાદમાં નંબર પ્લેટ નીકળી ગયાની વાત પોલીસ કર્મચારીને કરતાં તે માનવાનો ઇનકાર કરી દે છે અને અંતે દંડ ભરવાની નોબત આવી જાય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ