બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / VTV વિશેષ / How was the planting of rapeseed affected due to drought? Why save the crop from the increased chances of drought?

મહામંથન / માવઠાને કારણે રવીપાકના વાવેતરને કેવી અસર પહોંચી? માવઠાની વધતી શક્યતાઓથી પાકને કેમ બચાવવો?

Vishal Khamar

Last Updated: 09:03 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા મંગળવાર પછી રાજ્યમાં સ્થિતિ સામાન્ય બનશે તેવી આગાહી કરી છે. કમોસમી વરસાદથી રવિ પાકને નુકશાન થવા પામ્યું છે.

શિયાળા પહેલા ગુજરાતમાં માવઠાની દસ્તક મોટેભાગે સામાન્ય હોય છે. જો કે આ વખતના માવઠાએ મુસીબત વધારે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સર્જાયેલા ટર્ફને કારણે જે સિસ્ટમ બની તેની આગળ વધવાની ગતિ ધીમી છે પરિણામે પવન સાથે વરસાદ અલગ-અલગ જગ્યાએ જોવા મળ્યો. અત્યારે સમય રવીપાકના વાવેતરનો છે અને જે ખેડૂતોએ રવીપાક લીધો છે તેના માટે નુકસાનીના દિવસો શરૂ થયા એવું કહેવામાં કંઈ ખોટું નથી. 

હવામાન નિષ્ણાત હજુ 27 નવેમ્બરના બપોર સુધીના સમયને મહત્વનો ગણે છે અને મંગળવાર પછી રાજ્યમાં ફરી સ્થિતિ સામાન્ય બને એવી શક્યતા છે. અત્યારથી જ એવા સૂર ઉઠવા મંડ્યા છે કે નુકસાન તો થયું જ છે અને તેનું વળતર મળવું જોઈએ. સામે પક્ષે સરકારના પણ ચોક્કસ નીતિ-નિયમો છે એટલે તેને આધીન રહીને કાર્યવાહી થશે. 

આ વખતે મોટાભાગની APMCએ સતર્કતા દાખવીને પાકને બચાવવા સલામતીના પગલા લીધા છે તો એકલ દોકલ જગ્યાએ માર્કેટયાર્ડમાં બેદરકારીના કિસ્સા પણ સામે આવ્યા. કુદરતની થપાટની વચ્ચે એક હકીકત છે કે માવઠાનો માર પડ્યો છે અને નુકસાનીનો અંદાજ પણ લગાવવો જ પડશે. જેને-જેને નુકસાન થયું છે તેને વળતર મળશે કે કેમ.

રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.  કમોસમી વરસાદે મુસીબત વધારી છે.  સૌરાષ્ટ્રમાં માવઠાની અસર વધારે અસર છે. જ્યારે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થઈ છે.  રવીપાક ઉપર માઠી અસર થશે. હાલ સૌરાષ્ટ્રમાં રવીપાકનું વાવેતર વધુ પ્રમાણમાં છે.  શિયાળા પહેલા પશ્ચિમી વિક્ષોભની અસર છે.  ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સર્જાયેલા ટર્ફથી મુસીબત વધી છે. 

હવામાન નિષ્ણાત શું કહે છે?
હજુ 24 કલાક ગુજરાત માટે મહત્વના છે. વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધે છે. સૌરાષ્ટ્રમાં 2 થી 3 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. આ વરસાદ થન્ડર સ્ટોર્મ એક્ટિવીટીના ભાગરૂપે છે. મોટાભાગના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે.  પશ્ચિમી વિક્ષોભ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર છે.  27 નવેમ્બરે બપોર બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.

આ બેદરકારીની કોની જવાબદારી?

પાટણ

  • હારીજ APMCમાં રાખેલી ઘઉની બોરીઓ પલળી ગઈ
  • સૂચના છતા ઘઉની બોરીઓ ખુલ્લામાં રાખી હતી
  • વિનોદ આત્મારામ નામની વેપારી પેઢીની બેદરકારી

સુરત 

  • ઓલપાડ જિનમાં ડાંગર ભરેલા ગોડાઉનના પતરાં ઉડી ગયા
  • પતરાં ઉડી ગયા બાદ તાડપત્રી ઢાંકીને પાક બચાવવાનો પ્રયાસ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ