બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / how to stop colour fading of clothes while washing

Lifestyle / કપડાં ધોતાં સમયે રંગ જાય તો શું કરવું? આ એક વસ્તુ નાખો, રંગ થઈ જશે પાક્કો

Manisha Jogi

Last Updated: 10:59 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પણ બજારમાંથી કપડાં ખરીદીએ ત્યારે વિચારીએ છીએ કે, આ કપડાંનો રંગ નહીં નીકળે. પહેલી વાર આ કપડાં ધોવામાં આવે ત્યારે સૌથી વધુ રંગ નીકળે છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેથી તમારા કપડાંનો રંગ ક્યારેય પણ નહીં નીકળે.

  • નવા કપડાં ધોવામાં આવે ત્યારે કલર નીકળે છે
  • પહેલી વાર કપડાં ધોવો ત્યારે કલર નીકળે છે?
  • આ ટિપ્સથી કપડાંનો રંગ ક્યારેય પણ નહીં નીકળે

જ્યારે પણ બજારમાંથી કપડાં ખરીદીએ ત્યારે વિચારીએ છીએ કે, આ કપડાંનો રંગ નહીં નીકળે. કોટનના વાદળી, લાલ અને ગુલાબી રંગના કપાડાંનો રંગ ઉતરે જ છે. પહેલી વાર કપડાં ધોવામાં આવે ત્યારે સૌથી વધુ રંગ નીકળે છે. બીજી થવા ત્રીજી વાર કપડાં ધોવાથી આ કપડાંનો રંગ નીકળતો નથી. આ કપડાનો રંગ ફીકો પડી જાય છે અને તે પહેરવાલાયક રહેતા નથી. જેના કારણે મહિલાઓએ વધુ કામ કરવું પડે છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેથી તમારા કપડાંનો રંગ ક્યારેય પણ નહીં નીકળે. 

મીઠાંનો ઉપયોગ

  • સૌથી પહેલા પાણીની અડધી ડોલ ભરો અને તેમાં 50-60 ગ્રામ ફટકડી નાખો. 
  • હવે તેમાં બે મુઠ્ઠી મીઠું નાખો. 
  • કપડાં ખોલીને ધીમે ધીમે તે પાણીમાં નાખો. 
  • કપડાંને બે કલાક સુધી પલાળીને રાખો. 
  • હવે એક એક કપડું બહાર કાઢીને સાફ પાણીમાં નાખો, જેથી તેમાંથી મીઠુ અને ફટકડી સરખી રીતે નીકળી જાય.
  • ઘણા કપડાંનો રંગ ફિક્સ થઈ જાય છે. તેમ છતાં કેટલાક કપડાંનો રંગ નીકળે તો તે માત્ર એકવાર જ નીકળશે. ત્યારપછી કપડાંનો રંગ પમેળે ફિક્સ થઈ જશે. 

વિનેગર-
કપડામાં મીઠુ અને ફટકડી નીકળી જાય તે માટે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. કપડાંનો કલર ફરીથી ના નીકળે તે માટે તેને વિનેગરના પાણીમાં નાખી દો. કપડાં અડધા કલાક સુધી પલાળીને રાખો. ત્યારપછી કપડાં કાઢીને ઝાપટીને સૂકવી દો. કપડાં છાંયામાં સૂકવવા જેથી તે કલર ફેડ ના થઈ જાય. 

ફેબ્રિક ડાઈનો ઉપયોગ-
વારંવાર કપડાં ધોવાથી કલાર નીકળે છે, જેના કારણે કપડાં ખરાબ થઈ જાય છે અને કપડાં પહેરવાલાયક રહેતા નથી. કપડાં ધોતા સમયે તમે ફેબ્રિક ડાઈનો ઉપયોગ કરી શકો છો. ફેબ્રિક ડાઈનો ઉપયોગ કરતા પહેલા કપડાં પર લાગેલ લેબલ ધ્યાનથી વાંચી લેવું. 

વધુ વાંચો: ફ્રિજરમાં થઈ જાય છે બરફનો પહાડ? ફ્રિજ ખરાબ થવાનો ખતરો, આ 4 ટ્રિક કાઢશે કામ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ