બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / How to file an e-FIR if a vehicle or mobile is stolen in gujarat

તમારા કામનું / વાહન-મોબાઈલ ચોરાય તો ઘેર બેઠા આ રીતે કરો ફરિયાદ, 48 જ કલાકમાં મળશે જવાબ: જાણો આખી પ્રોસેસ

Dhruv

Last Updated: 02:23 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવાના ડરે ફરિયાદ કરવાથી દૂર ભાગો છો તો ચિંતા ના કરો. હવેથી જનતાએ વાહન કે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન નહીં જવું પડે.

  • નાગરિકે મોબાઈલ કે વાહન ચોરી બાબતે હવે ધક્કા નહીં ખાવા પડે
  • હવે 48 કલાકમાં જ જનતાને પોલીસે જવાબ આપવો પડશે
  • પ્રથમ દિવસથી જ ફરિયાદ પણ ઓનલાઇન ટ્રેક કરી શકાશે

ગુજરાત સરકારે તાજેતરમાં શરૂ કરેલી e-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરિકો હવે ઘરે બેઠા જ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. સામાન્ય રીતે આમ નાગરિકના મનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતા પહેલાં એક ડર હોય છે. કે કદાચ સરખો જવાબ નહીં મળે તો, વારંવાર ધક્કા ખાવા પડશે, વાહનચોરી તેમજ મોબાઇલ ચોરી જેવાં કેસમાં ક્યારેક ફરિયાદ ન લેવી એવાં કિસ્સામાં જનતાએ ધરમધક્કા ખાવા પડે છે. અંતે વ્યક્તિ ક્યારેક કંટાળીને એવું વિચારવા લાગે છે કે, આખરે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવ્યા જ શું કામ? પરંતુ હવે ગુજરાતની જનતાના મનમાં રહેલી આ માનસિકતા દૂર કરવાનો સરકાર દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે

ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ટેક્નોલોજી અત્યંત સક્ષમ બને તે આશયથી રાજ્યમાં પોલીસની કામગીરીને ઓનલાઈન કરવા e-FIRની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં નાગરિક ઓનલાઇન FIR કરી શકશે. જેના 48 કલાક બાદ પોલીસ સ્ટેશનના PI ફરિયાદીનો સંપર્ક કરશે અને બાદમાં જે-તે મામલે તપાસ શરૂ થશે. આ સિસ્ટમ શરૂ થવાથી નાની-નાની ફરિયાદો માટે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

દેશના 15 જેટલાં રાજ્યોમાં e-FIRની સિસ્ટમ લાગુ છે

જો કે, તમને જણાવી દઇએ કે, e-FIRની સુવિધા શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય નથી. દેશના 15 જેટલાં રાજ્યોમાં e-FIRની સિસ્ટમ લાગુ કરાયેલી છે. તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ e-FIRની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યાં હતા.

120 કલાકમાં તમારી FIR ઓટોમેટિક રજિસ્ટર્ડ થઇ જશે: સંઘવી

આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'આ એપ્લિકેશનના માધ્યમથી તમે ફોર્મ ભરશો એટલે તે ડાયરેક્ટ પોલીસ સ્ટેશનના PSO સુધી પહોંચશે. તે PSO એક પોલીસ અધિકારીની નિમણૂંક કરશે અને તે અધિકારીએ 48 કલાકની અંદર તમારી જે FIR છે તેની પર પગલાં લેવાના રહેશે. કદાચ એ અધિકારી આમાંથી ચૂકી જશે તો આ ઓટોમેટિક સિસ્ટમમાં 120 કલાકમાં તમારી FIR ઓટોમેટિક રજિસ્ટર્ડ થઇ જશે.'

જુઓ e-FIR કેવી રીતે કામ કરશે?

  • e-FIR માટે સિટીઝન પોર્ટલ પર રજિસ્ટર કરવું અથવા સિટીઝન ફર્સ્ટ એપ ડાઉનલોડ કરવી.
  • FIR માટે ફરિયાદનું પેજ ઓપન કરી જે-તે વિસ્તારની ફરિયાદ નોંધાવવી હોય તે પોલીસ સ્ટેશનને સિલેક્ટ કરો.
  • પોલીસ સ્ટેશન સિલેક્ટ કર્યા બાદ ફરિયાદ લખવાની રહેશે.
  • ઓનલાઇન ફરિયાદ લખ્યા બાદ ફરિયાદની પ્રિન્ટ કાઢવી અને તેની પર સહી કરીને તેને ફરીથી અપલોડ કરવાની રહેશે.
  • ફરિયાદ અપલોડ કર્યા બાદ ફરિયાદીને SMS અથવા તો e-mailથી જાણ કરવામાં આવશે.
  • પોલીસને અરજી મળ્યા બાદ પોલીસ ફરિયાદીનો 48 કલાકમાં સંપર્ક કરશે.

જુઓ e-FIRથી શું ફાયદા થશે?

  • e-FIRથી સમયની બચત થશે.
  • ફરિયાદીએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે.
  • ભ્રષ્ટાચારને રોકવામાં ફાયદો થશે.
  • સમયમર્યાદામાં ફરિયાદ પર કાર્યવાહી થશે.
  • પ્રથમ દિવસથી જ ફરિયાદ ઓનલાઇન ટ્રેક કરી શકાશે.
  • નાગરિકોના સમયની પણ બચત થશે.
  • સામાન્ય ફરિયાદોમાં પણ તાત્કાલિક એક્શન લેવાશે.
  • જો કે, હાલ તો હવે સરકારે e-FIRની સુવિધા શરૂ તો કરી છે. પરંતુ આગામી દિવસોમાં નક્કી કરેલા નિયમો મુજબ કામ થાય છે કે નહીં તે હવે જોવાનું રહ્યું.

જાણો e-FIRની સંપૂર્ણ પ્રોસેસ....

  • e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.
  • ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.
  • બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે.જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.
  • પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલિસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં ૨૪ કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે.
  • તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળતાં સૌપ્રથમ આ e-FIR નો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના ૪૮ કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના ૪૮ કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે.
  • ત્યાર બાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના ૨૪ કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.
  • સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો ૭૨ કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને કરવામાં આવશે. 
  • આમ e-FIR સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો e-FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનીંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
  • આ ઉપરાંત e-FIR અંગે ૧૨૦ કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.જ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.
  • ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.
  • બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે.જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.
  • પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં ૨૪ કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે.
  • તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળતાં સૌપ્રથમ આ e-FIR નો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના ૪૮ કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના ૪૮ કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે.
  • ત્યાર બાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના ૨૪ કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.
  • સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો ૭૨ કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને કરવામાં આવશે. 
  • આમ e-FIR સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો e-FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનીંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
  • આ ઉપરાંત e-FIR અંગે ૧૨૦ કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ