બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / How to avoid fraud in credit-debit cards with Wi-Fi chips Learn

સાવધાન / Wi-Fi ચિપવાળા ક્રેડિટ–ડેબિટ કાર્ડમાં થતાં ફ્રોડથી કેવી રીતે બચી શકાય? જાણો આ ટ્રિક

Intern

Last Updated: 05:21 PM, 13 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે મોટાભાગના લોકો પાસે બેંકનું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ હોય છે. જેનો ઉપયોગ ચુકવણી કરવા અથવા પૈસા ઉપાડવા માટે થાય છે. ગયા વર્ષે કેટલીક બેન્કોએ તેમના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ્સમાં ફેરફાર કર્યો હતો અને Wi-Fi ચિપ સાથે કાર્ડ આપવાના શરુ કર્યા હતા.

પરંતુ Wi-Fi કાર્ડથી ખતરો એ છે કે, પિન દાખલ કર્યા વિના તમારા બેંક ખાતામાંથી 2,000 રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરી શકાય છે. ત્યારે સવાલ એ છે કે તમારી પાસે આવું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ છે, તો છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય? તાજેતરમાં ગ્રેટર નોઈડા પોલીસે એક  આરોપી પકડ્યો હતો જે  POS(પોઇન્ટ ઓફ સેલ) મશીનને  Wi-Fi વાળા કાર્ડ સાથે ટચ કરીને પૈસા ઉપાડી લેતો હતો.

Wi-Fi ક્રેડિટ-ડેબિટ કાર્ડને કોન્ટેક્ટલેસ કાર્ડ પણ કહેવામાં આવે છે. આ કાર્ડની મદદથી, POS મશીનમાંથી પિનનો ઉપયોગ કર્યા વિના 2,000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેકશન કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે તમારા ખિસ્સામાં આવું કાર્ડ છે, તો ગઠિયા તમારા ખિસ્સા સાથે POS મશીનને ટચ કરીને 2 હજાર રુપિયાનો ચુનો લગાવી શકે છે. 

 POS મશીન

આવા કાર્ડ્સની રેન્જ આમ તો માત્ર 4 સેન્ટિમીટરની હોય છે. Wi-Fi કાર્ડ ભલે તેનું નામ હોય પણ તેમાં Wi-Fiનો ઉપયોગ નથી. આવા કાર્ડ NFC(નીયર ફિલ્ડ કમ્યુનિકેશન) અને RFID(રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન) ટેકનિક પર કામ કરે છે. કાર્ડમાં એક ચિપ હોય છે જે ખૂબ પાતળા મેટલ એન્ટેના સાથે જોડાયેલી હોય છે.

POS મશીન આ એન્ટેના દ્વારા સિગ્નલ મેળવે છે. હવે સવાલ એ છે કે જો તમારી પાસે Wi-Fi ચિપ વડે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ હોય તો તેને સુરક્ષિત કેવી રીતે રાખવું. હોટલ અથવા દુકાનમાં ચુકવણી કરતી વખતે કાર્ડને દુકાનદારને આપવાના બદલે તમારી સામે સ્વાઈપ કરો અને તે જ સમયે ટ્રાન્ઝેક્શનનો મેસેજ ચેક કરો.

 જો તમારી પાસે આવા કાર્ડ છે, તો તેને એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટી દો. તમે મેટલ વોલેટનો ઉપયોગ પણ કરી શકો છો. આ સિવાય RFID બ્લોક કરે તેવા વોલેટ પણ હવે મળે છે,તેનો ઉપયોગ કરી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ