બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / How much wealth does Virat Kohli have? Well-to-do industrialists and Bollywood stars are behind it

સ્પોર્ટ્સ / વિરાટ કોહલી પાસે કેટલી છે સંપત્તિ? ભલભલા ઉદ્યાગપતિઓ અને બૉલીવુડ સ્ટારો છે પાછળ, વર્ષમાં ક્રિકેટમાંથી છાપે છે આટલા

Priyakant

Last Updated: 05:08 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli News: વિરાટ કોહલીને ટેસ્ટ મેચ રમવા માટે 15 લાખ, ODI રમવા માટે 6 લાખ અને T20 રમવા માટે 3 લાખ આપવામાં આવે

  • વિરાટ કોહલી પાસે કેટલી છે સંપત્તિ, ક્રિકેટમાંથી છાપે છે આટલા પૈસા 
  • BCCI તરફથી મળે છે વાર્ષિક 7 કરોડ રૂપિયા, કરોડો રૂપિયાની સંપત્તિ
  • ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે 8.9 કરોડ રૂપિયા લે છે વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શાનદાર બેટિંગ કરવા માટે જાણીતો છે. ક્રિકેટર હોવા ઉપરાંત તે એક મહાન સ્પોર્ટ્સ પર્સનાલિટી પણ છે. વિરાટ ઘણી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. આ સાથે તેમની પાસે એક મોંઘી કાર અને પ્રોપર્ટી પણ છે.  

BCCI તરફથી મળે છે વાર્ષિક 7 કરોડ રૂપિયા 
વિરાટ કોહલીને BCCI તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય ટેસ્ટ મેચ રમવા માટે 15 લાખ, ODI રમવા માટે 6 લાખ અને T20 રમવા માટે 3 લાખ આપવામાં આવે છે. તે જ સમયે, વિરાટ T20 લીગમાંથી દર વર્ષે લગભગ 15 કરોડની કમાણી કરે છે. તેમની કુલ સંપત્તિ 1000 કરોડથી વધુ છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે કેટલા પૈસા લે છે ? 
વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે પણ કરોડો રૂપિયા લે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે 8.9 કરોડ રૂપિયા લે છે. આ જ ટ્વિટર માટે તે 2.5 કરોડ રૂપિયા લે છે. પ્રોપર્ટીની વાત કરીએ તો વિરાટની મુંબઈ અને ગુડગાંવ બંને શહેરોમાં કરોડોની સંપત્તિ છે. વિરાટની મુંબઈમાં 34 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે જ્યારે ગુરુગ્રામમાં તેની પાસે 80 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. આ બંને તેમની સૌથી મોંઘી મિલકતોમાંની એક છે. 

મોંઘા વાહનોનો સ્ટોક છે કોહલી પાસે 
વિરાટ કોહલીના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે એકથી એક મોંઘા વાહનોનો સ્ટોક છે. તેની પાસે R8 V10 Plus, R8 LMX, A8 L, Q8, Q7, RS5 અને S5 જેવી ઓડી કાર છે. આ સિવાય તેમની પાસે ફોર્ચ્યુનર, રેન્જ રોવર જેવા વાહનો પણ છે.  

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની વાત કરીએ તો વિરાટ Vivo, Myntra, Great Learning, Rogan, Noise, Luxor, Tootsie, Uber જેવી કંપનીઓ સાથે પણ સંકળાયેલો છે. તમને જણાવી દઈએ કે, વિરાટ છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમ્યો હતો. ટીમ ઈન્ડિયાએ હવે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ, વનડે અને ટી20 સીરીઝ રમવાની છે. વિરાટને ત્રણેય ટીમમાં સ્થાન મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ