બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / How much of a threat to the state of Biporjoy? 'Shakti' Raj in Gujarat Congress, there will be a large-scale change in the revenue department

સમાચાર સુપરફાસ્ટ / બિપોરજોયનો રાજ્ય પર કેટલો ખતરો? ગુજરાત કોંગ્રેસમાં 'શક્તિ' રાજ, મહેસૂલ વિભાગમાં થશે મોટા પાયે બદલી, પરિપત્ર જાહેર

Dinesh

Last Updated: 07:11 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના જિલ્લા કલેક્ટરઓ સાથે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી

બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે. ત્યારે હજુ એક દિવસ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ જ રહેશે. તેમજ આગામી 24 કલાક સતત વાવાઝોડું તીવ્ર બનશે. હજુ 3 દિવસ બાદ વાવાઝોડાની દિશા બદલાઈ શકે છે. હાલ વાવાઝોડું પોરબંદરથી 810 કિમી દૂર છે. જેનાથી બંગાળની ખાડીમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે. દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન 'બિપોરજોય'નો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં બિપરજોય વધુ ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડાની અસર ગોવા, મુંબઈ, પોરબંદર અને કરાચીમાં જોવા મળી શકે છે. આ દરમિયાન અહીં ભારે પવન અને વરસાદ થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં પણ વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળશે, સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. 

Cyclone Biporjoy is coming towards Gujarat.. The direction may change after so many days, Wellmark low-pressure formed in...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના જિલ્લા કલેક્ટરઓ સાથે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજ્યમાં આ વિસ્તારોમાં ‘બીપોરજોય’ વાવાઝોડાની સંભવિત અસરો સામે ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી બધા જ જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો મુખ્યમંત્રીએ આ બેઠકમાં મેળવી હતી. ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મોહંતીએ બેઠકમાં જણાવ્યું કે, પ્રવર્તમાન સ્થિતિએ આ ‘બીપોરજોય’ વાવાઝોડું પોરબંદરથી દૂર સ્થિત થયેલું છે, પરંતુ તેની ગુજરાત પર ટકરાવાની સંભવિતતા નહીવત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં દરિયાકાંઠાના 13 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, સુરત, વલસાડ, નવસારી વગેરેમાં કલેક્ટરઓને પૂરતી સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવી, તેમ જ ફીશિંગ એક્ટિવિટી સંપૂર્ણ બંધ રહે તે માટેની કાળજી લેવી અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે માર્ગો પર વીજથાંભલાઓ કે ઝાડ પડી જવા અને બેનર્સ કે હોર્ડિંગ્સથી અસર પડે તો તાત્કાલિક દૂરસ્તીકાર્ય માટે ટીમો તૈયાર કરવાની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવી હતી.

Chief Minister Bhupendra Patel reviewed the disaster management preparedness

ગુજરાત કોંગ્રેસને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો છે, ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. વિગતો મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ માટે ગુજરાતના જાણીતા ચેહરો નામ સામે આવ્યું છે. ગુજરાત કોંગ્રેસનું સુકાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવ્યું છે.ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા, જ્યાં હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. નોંધનીય છે કે, ગુજરાતના કોંગી નેતાઓની હાઇકમાન્ડ સાથે મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકને લઈ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ દિલ્હીમાં હાજર રહ્યાં હતાં. તેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે તેમજ AICCના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. 1991 થી 1995 દરમિયાન સરકારના વિવિધ વિભાગ સંભાળ્યા હતા તેમજ નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા વિભાગના મંત્રી તરીકે રહી ચુક્યા છે. 2007થી 2012 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચુક્યા છે તેમજ 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામે થયો હતો. લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. શક્તિસિંહે બીએસસી, એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.

Shaktisinh Gohil, the new president of Gujarat Congress, took the decision after discussions with the Delhi High Command

મહેસુલ વિભાગમાં 4 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓની બદલી કરવામાં આવેશે, નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટીની સહિતના વર્ગ-3 તમામ કર્મચારીઓની બદલી કરવા કલેકટરોને મહેસુલ વિભાગે સૂચના આપી છે.મહેસુલ વિભાગે કલેક્ટરોને એક પરિપત્ર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, આપના જિલ્લાના મહેકમ હસ્તકના મહેસુલ વિભાગ હસ્તકના બિનરાજપત્રિત વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓ કે ચાર વર્ષથી વધુ સમયથી કોઈ એક જ જગ્યા/ એક જ કચેરીમાં ફરજ બજાવી રહ્યાં હોય તેવા તમામ નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટી વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓની બદલી કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી તે અંગેનો અહેવાલ ન-શાખાના મેઈલમાં કરવો. 

The revenue department has taken a big decision to transfer, the personnel who will be in the same post for more than 4...

નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણગામે ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. જેમાં સરકારી શાળામાં બાળકોને અપાયેલ ભોજનમાં ગરોળી નીકળતા હડકંપ મચી જવા પામ્યો હતો. બાદમાં બાળકે દેકારો બોલાવતા શિક્ષકો દોડતા થયા હતા. બાદમાં આ અંગે જિલ્લા પ્રાથમિક અધિકારીને જાણ કરાતા સબંધિત વિભાગ સામે તપાસના આદેશ છૂટયા છે. જોકે આ ગંભીર બેદરકારીને લઈ વાલીઓમાં આક્રોશનો જ્વાળા ભભૂકયો છે. નવસારીના નાયક ફાઉન્ડેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. નાયક ફાઉન્ડેશન સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભોજન પહોંચાડે છે.જેમાં સ્વચ્છતા બાબતે ધ્યાન ન અપાતું હોવાના બોલતા પુરાવારૂપ ઘટનામાં સામે આવી છે. ગાંધી ફળિયાની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો ભોજન માટે બેઠા હતા આ દરમિયાન બાળકોને ભોજન પીરસાયું હતું.જેમાં થાળીમાં ભાત ઉપર દાળ નાખતી વેળાએ ગરોળી નીકળતા સોપો પડી ગયો હતો. જે મામલે જાણ થતા સમય સૂચકતા વાપરી શાળાના સત્તાવાળાઓએ બાળકોને ભોજન ખાવા દીધુ ન હતું. જેને લઈને ગંભીર ઘટના બનતા અટકી હતી.

In village Peepal Gabhan of Chikhli taluka of Navsari a lizard came out in the food

રાજકોટ શહેરમાં નજીવી બાબતે ફાયરિંગ મામલે મોટી અપડેટ સામે આવી છે. રાજકોટ શહેરના પૂર્વ કોર્પોરેટરના પુત્રને જેલ હવાલે કરાયો છે. કોર્ટે ફાયરિંગ કરનાર કરણ સોરઠીયાને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત કરણ સોરઠીયાની ફરિયાદ મામલે 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ અગાઉ રાજકોટ શહેરના સોરઠીયા વાડી સર્કલ નજીક રાત્રિના સમયે પૂર્વ કોર્પોરેટરના પુત્ર કરણ રાજુભાઈ સોરઠિયાએ જાહેરમાં બંદૂકથી ભડાકા કરતા દહેશતનો માહોલ ફેલાયો હતો. કરણ સોરઠિયાની જાહેર શૌચાલય કર્મચારી સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ તેણે 2 રાઉન્ડ ફાયરિંગ કરતા દોડધામ મચી જવા પામી હતી. જેને લઈને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કરણ સામે કલમ 307 અને આર્મ્સ એક્ટ અંતર્ગત હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરાઈ હતી. જે બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી. પોલીસની તપાસમાં ફાયરિંગ કરનાર કરણ સોરઠિયા નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. તો કરણ સોરઠીયાએ વનરાજ ચાવડા, દેવરાજ સોનારા, ધવલ આહિર સહિતના શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કરણ સોરઠીયા કરેલી ફરિયાદ આધારે 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. 

Those who fired on trivial matters in Rajkot were arrested and sent to jail

આજે એટલે કે 9 જૂનનાં રોજ અમદાવાદમાં સોના-ચાંદીનાં આંકડાઓમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. ગૂડ રિટર્નસનાં આંકડાઓ અનુસાર આજે 22k સોનાનાં ભાવમાં 400 રૂપિયાનો તો 24k સોનામાં 460 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. જે બાદ 22kનો ભાવ 55,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24k સોનાનાં ભાવ 60,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયા છે.જો ચાંદીનાં ભાવની વાત કરીએ તો ગુડ રિટર્નસનાં અહેવાલ અનુસાર આજે સિલ્વરનાં ભાવમાં આશરે 1100 રૂપિયાનો મોટો ઉછાળો નોંધાયો છે. ચાંદીનાં ભાવ ગઈકાલે 73400 રૂપિયા પ્રતિ કિલો હતાં જે આજે વધીને 74,500 રૂપિયા પ્રતિ KG નોંધાયા છે.

9 JUNE GOLD SILVER PRICE AHMEDABAD

મુંબઈનાં મીરા રોડ મર્ડર કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. અત્યારસુધી એવી માહિતી મળી રહી હતી કે 32 વર્ષીય મહિલા સરસ્વતી વૈદ્યની હત્યા તેના 56 વર્ષીય લિવ ઈન પાર્ટનર મનોજ સાનેએ કરી હતી. પરંતુ હવે આ કેસે નવો વળાંક લીધો છે. પોલીસે ખુલાસો કરતાં કહ્યું કે સરસ્વતી મનોજની લિવ ઈન પાર્ટનર નહીં પરંતુ પત્ની હતી.આ બંનેએ મંદિરમાં લગ્ન કર્યાં હતાં. આ વાતની જાણ સરસ્વતીએ કોઈને એટલા માટે નહોતી કરી કારણકે મનોજ સાને અને તેની ઉંમરની વચ્ચે મોટો ફરક હતો.  પોલીસે તપાસ આગળ વધારીને સરસ્વતી વૈદ્યની ત્રણ બહેનો પાસેથી પણ માહિતી મેળવી લીધી છે. બહેનોએ પોલીસને જણાવ્યું હતું કે સરસ્વતીએ તેમને પોતાના લગ્નની વાત કરી હતી.પોલીસ હવે આ ત્રણેય બહનોનાં DNAને સરસ્વતીનાં DNA સાથે મેચ કરશે. ગુનેગાર મનોજ સાનેની સામે એક-એક પૂરાવાઓ ભેગા કરવા માટે મુંબઈ પોલીસ તનતોડ મહેનત કરી રહી છે. DCP જયંત બજબલે અત્યાર સુધી થયેલી તપાસની તમામ માહિતી આપી હતી.

શું તમે પણ અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છો જે આ વર્ષે 1લી જુલાઈથી શરૂ થવા જઈ રહી છે ? તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. તમે અમરનાથ યાત્રા દરમિયાન ઠંડા પીણા, સ્નેક્સ, ડીપ ફ્રાઈડ અને ફાસ્ટ ફૂડ આઈટમ્સ, જલેબી અને હલવો જેવી ભારે મીઠાઈઓ અને પુરીઓ અને છોલે ભટુરે ખાઈ શકશો નહીં. અમરનાથજી શ્રાઈન બોર્ડ દ્વારા જારી કરાયેલ વાર્ષિક યાત્રા માટે તેની આરોગ્ય સલાહકારમાં ખાદ્ય પદાર્થોની શ્રેણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે મુશ્કેલ યાત્રા પર યાત્રાળુઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.આ માટે એક વિગતવાર ફૂડ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. જે યાત્રા વિસ્તારમાં આવતી લંગર સંસ્થાઓ, ખાદ્યપદાર્થોના સ્ટોલ, દુકાનો અને અન્ય સંસ્થાઓને લાગુ પડશે જે યાત્રાળુઓ અને સેવા પ્રદાતાઓને ભોજન પીરસશે અને વેચશે. પડકારજનક 14 કિમી લાંબી સફરમાં તીર્થયાત્રીઓને 'અસ્વસ્થ' ખાદ્યપદાર્થોથી દૂર રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, જે ઊંચાઈ અને ઢાળવાળા ડુંગરાળ પ્રદેશોમાંથી પસાર થાય છે. અમરનાથ યાત્રા દરમિયાન 2022માં કુદરતી કારણોસર લગભગ 42 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ત્યારથી સરકારે આરોગ્ય પ્રમાણપત્રની ફરજિયાત આવશ્યકતા પર આગ્રહ કર્યો અને યાત્રાળુઓને સુરક્ષિત રાખવા માટે યાત્રાના માર્ગમાં વિવિધ સ્થળોએ ઓક્સિજન બૂથ અને હોસ્પિટલ બનાવવા જેવા પગલાં લીધાં. ગયા વર્ષથી મુસાફરોને ટ્રેક કરવા માટે RFID ટેગનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં જ આ વર્ષે શ્રદ્ધાળુઓને ફિટ રહેવા માટે 'યોગ્ય ખોરાક' મળી રહે તે માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

Amarnath Yatra Food Menu Ban on Bhature, Samosa and Cold Drinks You Can Eat and What You Can't

આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે, જેમાં 30 સરકારી અને 20 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. આ સાથે હાલની કોલેજોમાં લગભગ 2 હજાર બેઠકો ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે દેશમાં MBBS બેઠકોની સંખ્યા 1 લાખને પાર કરી ગઈ છે. વિવિધ રાજ્યોમાં નવી માન્ય મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. એક અહેવાલ મુજબ તેલંગાણામાં 13 નવી મેડિકલ કોલેજો આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પાંચ-પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર માટે ચાર નવી મેડિકલ કોલેજો અને આસામ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક અને તમિલનાડુ માટે ત્રણ-ત્રણ નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીર માટે બે-બે કોલેજો અને યુપી, મધ્યપ્રદેશ અને નાગાલેન્ડ માટે એક-એક કોલેજને મંજૂરી આપવામાં આવી છે.

50 new medical colleges will be ready in the country, now MBBS seats will cross 1 lakh, green signal from the center

WTC ફાઈનલ: ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 296 રનની લીડ, કાંગારુઓએ બીજી બેટિંગમાં 4 વિકેટે બનાવ્યા 123 રન

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ