બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / How much more is the farmer's fortune to wait for his return?

મહામંથન / ખેડૂતના નસીબમાં પોતાના વળતર માટે હજુ કેટલી રાહ જોવાની બાકી? પાક નુકસાનીનો સરવે થયો પણ સહાયનો નિર્ણય ક્યારે?

Vishal Khamar

Last Updated: 09:49 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રવિ પાક, બાગાયતી પાક તેમજ શાકભાજી સહિતનાં પાકો ધોવાઈ ગયા છે. સરકાર દ્વારા સરવે પણ કરવામાં આવ્યો છે. તો અમુક જીલ્લામાં સરવે થયો નથી તેવું જાણવા મળી રહ્યું છે.

લોહી-પાણી એક કરીને ખેડૂતે રવિ પાક તૈયાર કર્યો અને જયારે મહેનતનું વળતર લેવાનો વખત આવ્યો ત્યારે કમોસમી વરસાદે ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવી દીધું.. રવિ પાક, બાગાયતી પાક, શાકભાજી સહિત મોટાભાગના પાક ધોવાઈ ગયા..સરકારના સરવે સામે અનેક સવાલ છે, ખેડૂતોનો દાવો છે કે કેટલાક વિસ્તાર એવા છે કે જયાં સરવે માત્ર કાગળ પર જ થયો છે તો કેટલાક જિલ્લામાં ખેડૂતોની સંખ્યા કરતા 1 ટકા જેટલો પણ સરવે થયો નથી. સરકારે સરવે પૂર્ણ કર્યાનો દાવો કર્યો છે, પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાયના નામે એક રૂપિયો પણ મળ્યો નથી. જો સહાય આપવામાં ખરેખર ધીમી કામગીરી ચાલી રહી હોય તો તેને ઝડપી કરવાનો રસ્તો સરકાર પાસે જ છે, તો સહાય આપવાની કામગારી ઝડપથી પૂર્ણ કેમ કરાતી નથી. સૌથી મહત્વનો સવાલ એ છે કે સરકાર સહાય કરવામાં ઝડપ કેમ નથી દાખવતી. જો હજુ પણ કમોસમી વરસાદ ચાલુ રહ્યો તો જે મુશ્કેલી પડશે તેના ઉકેલનું કોઈ આગોતરુ આયોજન છે કે કેમ. ખેડૂતના નસીબમાં પોતાના વળતર માટે હજુ કેટલી રાહ જોવાની બાકી રહી છે.

  • માવઠાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે
  • રવિ પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે
  • ઘઉં જેવા જીવન જરૂરી ધાન્યના ભાવ ઉપર માવઠાને કારણે અસર પડી
  • કેરીના પાકને પણ માવઠાથી વ્યાપક નુકસાન થયું

 સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું
માવઠાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. રવિ પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઘઉં જેવા જીવન જરૂરી ધાન્યના ભાવ ઉપર માવઠાને કારણે અસર પડી. કેરીના પાકને પણ માવઠાથી વ્યાપક નુકસાન થયું. ખેડૂતોએ વાવેલા શાકભાજી માવઠાને કારણે બગડી ગયા. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

  • માવઠાને કારણે પાકને સતત નુકસાન થઈ રહ્યું છે
  • કેટલાક વિસ્તારમાં સરવે થયાને 15 દિવસથી વધુનો સમય વિત્યો છે
  • કેટલાક વિસ્તાર સરવે માટે ટીમ ન પહોંચી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે
  • આગામી દિવસોમાં વાવેતર શું કરવુ તે અંગે ખેડૂતો અસમંજસમાં છે

ખેડૂતોને શું છે પરેશાની? 
માવઠાને કારણે પાકને સતત નુકસાન થઈ રહ્યું છે. કેટલાક વિસ્તારમાં સરવે થયાને 15 દિવસથી વધુનો સમય વિત્યો છે. કેટલાક વિસ્તાર સરવે માટે ટીમ ન પહોંચી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આગામી દિવસોમાં વાવેતર શું કરવુ તે અંગે ખેડૂતો અસમંજસમાં છે. પાકના વાવેતર માટે લાખોનો ખર્ચ કર્યો પરંતુ પાક નાશ પામ્યો. રાજ્યના કેટલાક જિલ્લામાં સરવેમાં વિસંગતતા જોવા મળી છે. ખેતીવાડી અધિકારીઓએ સરવેની કામગીરી પૂર્ણ પણ જાહેર કરી દીધી છે. સરકારનો 33 ટકા નુકસાનીનો નિયમ પણ ખેડૂતો માટે મુશ્કેલી ભરેલો છે. ઘઉં જેવા રવિ પાક એવા છે કે જે નજીવા વરસાદે બગડી જાય છે તો તેમા માપદંડ શું? 

  • રાજ્યના કેટલાક જિલ્લામાં સતત વરસી રહ્યો છે કમોસમી વરસાદ
  • કમોસમી વરસાદથી તૈયાર થયેલા રવિ પાકને નુકસાન થયું
  • ઘઉ એવો પાક છે જેને વરસાદ કરતા સિંચાઈના પાણીની વધુ જરૂર છે
  • રાજ્યમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યા

ખેડૂતોને સહાય કેમ જરૂરી?
રાજ્યના કેટલાક જિલ્લામાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી તૈયાર થયેલા રવિ પાકને નુકસાન થયું. ઘઉ એવો પાક છે જેને વરસાદ કરતા સિંચાઈના પાણીની વધુ જરૂર છે. રાજ્યમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યા. કરા પડવાથી તડબૂચ, ટેટી, કેરીના પાકને નુકસાન થયું છે.  ગીર-સોમનાથમાં કેરીના પાકને 70 ટકા જેટલા નુકસાનનો દાવો. પાક બગડી જવાથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યા. અનેક જગ્યાએ ખેડૂતો પાકને વેચવાની તૈયારી કરતા હતા અને વરસાદ પડ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ