બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / how long will take for india send manned space mission moon isro aditya l1

તૈયારી / ચંદ્ર પર માનવયુક્ત સ્પેસ મિશનને મોકલવામાં ભારતને કેટલો સમય લાગે? ISROના વૈજ્ઞાનિકે કર્યો ખુલાસો

Manisha Jogi

Last Updated: 02:37 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરો ફરી એકવાર ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યું છે. આદિત્ય-L1 સૂર્યની બહારના વાતાવરણનું અધ્યયન કરશે. આદિત્ય-L1 સૂર્ય પર નહીં ઉતરે અને સૂર્યની નજીક પણ નહીં આવે.

  • ઈસરો ફરી એકવાર ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યું છે
  • ઈસરોએ આદિત્ય-L1 મિશન લોન્ચ કર્યું
  • ચંદ્ર પર માનવયુક્ત મિશન મોકલવામાં આવી શકે છે

ઈસરો ફરી એકવાર ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરોએ આદિત્ય-L1 મિશન લોન્ચ કર્યું છે. આદિત્ય-L1 પૃથ્વીથી 1.5 મિલિયન દૂર સૂર્ય તરફ રહેશે. આદિત્ય-L1 સૂર્યની બહારના વાતાવરણનું અધ્યયન કરશે. આદિત્ય-L1 સૂર્ય પર નહીં ઉતરે અને સૂર્યની નજીક પણ નહીં આવે. 

ઈસરોના અમદાવાદ સ્થિક અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્રના નિદેશક નિલેશ દેસાઈએ જણાવ્યું છે કે, આ મિશનની મદદથી સૂર્યની ચમક, સૂર્યના ધબ્બા, સૂર્યના તોફાન જેવી ઘટના જોઈ શકીશું. આ સેટેલાઈટ 127 દિવસ અને 15 લાખ કિલોમીટરની યાત્રા કર્યા પછી હૈલો ઓર્બિટમાં પ્રવેશ કરશે. આ કારણોસર 127 દિવસ પછી કામ શરૂ થશે. ત્યાં પહોંચ્યા પછી હૈલોમાં સેટેલાઈટ સ્થાપિત કરવી તે એક મોટો પડકાર છે. જેમાં 7 પેલોડ છે, જે આગામી 5 વર્ષો સુધી ડેટા આપશે. 

ચંદ્ર પર જીવનની શોધ
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર શિવ શક્તિ લેન્ડિંગ સ્થળે વિક્રમ લેન્ડર અને રોવર ઈસરોને અનેક ખનિજના ફોટોઝ મોકલી રહ્યા છે. ચંદ્ર પર જીવનના અસ્તિત્વના પુરાવા મળ્યા નથી. ભવિષ્યમાં ચંદ્ર પર જીવન સંભવ થઈ શકશે કે નહીં, તે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે. જીવન જીવવા માટે કાર્બન, પાણી તથા અન્ય તત્ત્વોની જરૂર રહે છે. મંગળ ગ્રહ પર મિથેન ગેસની સ્ટડી કરી રહ્યા હતા. ચંદ્રયાન-1 મિશનને ખનિજ મેપરની મદદથી હાઈડ્રોક્સિલ અણુ મળ્યો હતો, જેની પુષ્ટી મિશન ચંદ્રયાન-2માં કરવામાં આવી હતી. 

શું ચંદ્ર પર ઓક્સિજન છે?
ચંદ્ર પર અનેક ક્રેટર અને બોલ્ડર છે. ક્રેટરના કિનારે બરફ જામેલ છે, તો ભવિષ્યમાં પાણીના પ્રમાણ જોવા મળી શકે છે. ઓક્સિજનના અંશ મળ્યા છે. ચંદ્ર પર હાઈડ્રોજન મળે તો હાઈડ્રોજન અને ઓક્સિજન મળીને પાણીના નિર્માણનો આધાર બની શકે છે. 

ચંદ્રનું તાપમાન
ચંદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતા વધુ ગરમ છે. આ કારણોસર ચંદ્રની સપાટી પૃથ્વીની જેમ 50 ડિગ્રી સુધી ગરમ છે. ચંદ્રની સપાટીની અંદર -10 ડિગ્રી તાપમાન છે. રોવરને 300-400 મીટરની ગતિએ લઈ જવામાં આવશે, જેથી રોવર પેલોડથી અલગ અલગ જાણકારી મળી શકે. 

ચંદ્ર પર માનવ મોકલવા બાબતે નિવેદન
અમે ચંદ્ર પર માનવયુક્ત મિશન મોકલી શકીએ છીએ. અમેરિકા અને રશિયાએ માનવયુક્ત મિશન મોકલ્યા છે, પરંતુ ભારતને 20 વર્ષનો સમય લાગી શકે છે. ભારતે માત્ર માણસ મોકલવાની જરૂર નથી, તેને પરત લાવવાની પણ જરૂર છે. આ કારણોસર ટેકનોલોજીમાં અપગ્રેડની જરૂર છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ