બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / How is the preparation for oxygen in small cities including Ahmedabad, Surat?

VTV રિયાલિટી ચેક / અમદાવાદ, સુરત સહિત નાના શહેરોમાં ઑક્સિજન માટે કેવી છે તૈયારી? VTVના રિયાલિટી ચેકમાં થયો ખુલાસો

Priyakant

Last Updated: 03:12 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને લઈ VTV દ્વારા ગુજરાતમાં અનેક જગ્યાએ ઑક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું

  • ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના
  • VTV ન્યૂઝ દ્વારા ઑક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક 
  • સુરત, અમદાવાદ, મોરબી, જુનાગઢ, છોટાઉદેપુરમાં રિયાલિટી ચેક 
  • ધોરાજી, ગીરસોમનાથ, જામનગર અને વડગામમાં પણ રિયાલિટી ચેક  

ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના છે. તેને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું હતું.  

આ તરફ હવે કોરોના વાયરસને લઈ VTV દ્વારા ગુજરાતમાં અનેક જગ્યાએ ઑક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સુરત, અમદાવાદ, મોરબી, જુનાગઢ, છોટાઉદેપુર, ધોરાજી, ગીરસોમનાથ, જામનગર અને બનાસકાઠાંના વડગામમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં અનેક જગ્યાએ ઑક્સિજન પ્લાન્ટ બંધ હોવાનું સામે આવ્યું છે. 

સુરતમાં સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટની હાલત બિસ્માર 

VTV ન્યૂઝના રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે કે, સુરત સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટને જ ઓક્સિજનની જરૂર છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજ પ્લાન્ટની હાલત બિસ્માર છે. નોંધનીય છે કે, કોરોનાની ત્રીજી લહેર વખતે ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હતો. હાલમાં ઓક્સિજન પ્લાન્ટની કોઈ દરકાર લેવામાં આવી નથી. ઓક્સિજન પ્લાન્ટના અંદર જ વનસ્પતિઓ ઉગી ગઇ તો સાથે ઠેર ઠેર મશીનરી ઉપર ધૂળ જામી ગઇ છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે કોવિડને લઈને સચેત રહેવાની સૂચના આપી છે પણ સુરતનું તંત્ર હજુ પણ નિદ્રામાં હોવાનું સામે આવ્યું છે. 

સોલા સિવિલ હોસ્પિટલમાં તૈયાર છે ઓક્સિજન પ્લાન્ટ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં VTV ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, સોલા સિવિલ ખાતે 4 ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે. જેમાંથી હાલમાં તમામ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે.  કોરોના સમયે નંખાયેલા નવા પ્લાન્ટમાં 6 ટન ઓક્સિજન રિફિલની ક્ષમતા છે. 

મોરબીની સરકારી હોસ્પિટલનું રિયાલિટી ચેક

વિદેશમાં વધતા કોરોનાના કેસને લઇ રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર છે. તેવામાં મોરબીની સરકારી હોસ્પિટલનું રિયાલિટી ચેક VTV ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલ પર ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત જોવા મળ્યો છે. સરકારી હોસ્પિટલમાં 205 ઓક્સિજન વાળા બેડ તૈયાર અને હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટરની સુવિધાથી સજ્જ છે. આ સાથે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હોસ્પિટલમાં કાર્યરત છે.  આ તરફ મોરબી RMOએ કરી લોકોને બૂસ્ટર ડોઝ લઇ લેવા અપીલ કરી છે. 

જૂનાગઢ તંત્રની તૈયારીનું VTV ન્યૂઝે કર્યું રિયાલિટી ચેક

જૂનાગઢ તંત્રની તૈયારીનું VTV ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું હતું. આ રિયાલિટી ચેકમાં PSAના પ્લાન્ટ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યુ છે . બીજી લહેરમાં ઓક્સિજન પ્રોડક્શન માટે ત્રણ PSA પ્લાન્ટ ચાલુ કરાયા હતા. જોકે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટે હોસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટરોની સંપૂર્ણ તૈયારી હોવાનું જણાવ્યું હતું. સારવાર અર્થે આવનાર દર્દીઓ માટે 1 હજાર 181 ઑક્સિજન વાળા બેડની સુવિધા અને હોસ્પિટલમાં 186 ઑક્સિજન સિલિન્ડરની પણ સુવિધા ઉપલબ્ધ હોવાનું કહ્યું છે. 

છોટાઉદેપુરમાં ઑક્સિજન પ્લાન્ટ કાર્યરત

છોટાઉદેપુર જિલ્લાના જુદા જુદા સ્થળ પટ નાખવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને મેન્ટેન કરીને  જાળવી રાખવામાં આવ્યા છે.નસવાડી વખતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યાર ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. જિલ્લામાં જુદા જુદા સેન્ટર પર ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા.ફરી કોરોના ફેલાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી  છે. આવનાર સમયમા કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થાય તો પણ તેમને સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હોસ્પિટલના ડોકટર અને સારવાર માટે આવતા દર્દીઓ પણ તેની તકેદારી દાખવી રહ્યા છે.

ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્રએ તમામ તૈયારીઓ કરી

કોરોનાને લઇ ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું સામે આવ્યું છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્રએ તમામ તૈયારીઓ કરી છે. જેમાં ઓક્સિજનથી સજ્જ 45 જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે જમ્બો ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. 20 જેટલા જમ્બો અને મીની ઓક્સિજન સિલિન્ડર પણ તૈયાર અને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં RTPCR લેબ પણ કાર્યરત  છે. આ સાથે દવા, ઓક્સિજન અને ઇન્જેક્શન સહિતનો પૂરતો જથ્થાનો સ્ટોક કરાયો છે. 

ગીર સોમનાથમાં ઓક્સિજન પ્લાન્ટમાં રિયાલિટી ચેક

વિદેશમાં વધતા કોરોનાના કેસને લઇ રાજ્ય સરકાર એલર્ટ છે. આ તરફ આજે ગીર સોમનાથમાં ઓક્સિજન પ્લાન્ટમાં  VTV ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં તમામ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત હોવાનું સામે આવ્યું છે. 

જામનગરમાં બે ઓક્સિજન પ્લાન્ટની કરાઈ વ્યવસ્થા 

ઓમિક્રોન BF 7 ની ગુજરાતમાં એન્ટ્રીથી જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ છે. આ સાથે જિલ્લામાં બેડ સહિત બે ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરાઇ છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલમાં વધારો કરાયો છે. આ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી જી જી હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લઈને હોસ્પિટલમાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે.  


વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં

બનાસકાંઠાના વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. છાપી ખાતે આવેલો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ બંધ હોવાનું સામે આવ્યું છે. છાપી પ્લાન્ટ પાસે ઘાસચારો ઉગી નીકળ્યો છે. આ તરફ કોરોનામાં ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટની હાલત બિસ્માર હોવાનું ખૂલ્યું છે. જોકે વડગામ સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ ચાલુ હોવાથી રાહત છે. સિવિલ વાળા પ્લાન્ટમાં દર શુક્રવારે ટેસ્ટીંગ કરાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ