બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / How is the Election Commissioner appointed? Who puts the final stamp?

Lok Sabha Election 2024 / ચૂંટણી કમિશનરની નિયુક્તિ કેવી રીતે થાય છે? કોણ લગાવે છે અંતિમ મહોર? જાણો A to Z વિગત

Priyakant

Last Updated: 01:35 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: વડાપ્રધાનની આગેવાની હેઠળની સમિતિ સર્ચ કમિટીએ સૂચવેલા નામોની ચર્ચા કરે છે અને રાષ્ટ્રપતિને ચૂંટણી કમિશનરની નિમણૂકની ભલામણ કરે અને પછી.....

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલે ગયા શુક્રવારે રાજીનામું આપી દીધું હતું. જે બાદ બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 15 માર્ચે બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવશે. નોંધનીય છે કે, હવે બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂક થશે. આજે આપણે જાણીશું કે કેવી રીતે ચૂંટણી કમિશનરની નિમણૂક થાય છે. 

જાણો છે ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા ? 
ચૂંટણી કમિશનરની નિમણૂક માટે સૌ પ્રથમ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં સર્ચ કમિટી 5-5 નામોની બે પેનલ તૈયાર કરશે. તે પછી વડાપ્રધાનની આગેવાની હેઠળની સમિતિ સર્ચ કમિટીએ સૂચવેલા નામોની ચર્ચા કરે છે અને રાષ્ટ્રપતિને ચૂંટણી કમિશનરની નિમણૂકની ભલામણ કરે છે.  PM ના નેતૃત્વ હેઠળની આ સમિતિમાં કેન્દ્રીય મંત્રીની સાથે લોકસભામાં વિપક્ષના સૌથી મોટા નેતાનો સમાવેશ થાય છે. જે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચૂંટણી પંચની નિમણૂકને મંજૂરી આપશે.

શું હોય છે ચૂંટણી કમિશનરની સત્તા ? 
ચૂંટણી કમિશનરની ઘણી જવાબદારીઓ હોય છે. આ સાથે ચૂંટણી કમિશનરને પણ વિશેષ સત્તા હોય છે. ચૂંટણી કમિશનરને ચૂંટણીની તારીખો બદલવાની સત્તા છે. આ સાથે તેઓ ચૂંટણી નિરીક્ષક સહિતના અધિકારીઓની બદલી પણ કરી શકે છે. સાથે જ જો કોઈ ચૂંટણી દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે.

વધુ વાંચો: બેંગલુરુ બ્લાસ્ટમાં NIAને હાથ લાગ્યા મોટા પુરાવા, ખૂલ્યું PFI કનેક્શન? સર્ચ ઓપરેશન શરૂ, જાણો વિગત

અરુણ ગોયલની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી?
શુક્રવારે ચૂંટણી કમિશનરના પદ પરથી રાજીનામું આપનાર અરુણ ગોયલ પંજાબ કેડરના 1985 બેચના IAS અધિકારી હતા. અરુણ ગોયલને નવેમ્બર 2022માં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અરુણ ગોયલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી વિકાસ અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા છે. તે પછી તેઓ હાર્વર્ડ અભ્યાસ માટે ગયા. ચૂંટણી કમિશનર બનતા પહેલા તેમણે લુધિયાણા અને ભટિંડા જિલ્લામાં રિટર્નિંગ ઓફિસર તરીકે પણ કામ કર્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ