બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / House cleaning is the best exercise to burn calories weight loss, study claimed

કસરત / વજન ઘટાડવા જિમમાં રૂપિયા બગાડવા કરતાં ઘરકામ કરો.! રિસર્ચમાં સામે આવ્યું ચોંકાવનારું રિઝલ્ટ, જાણીને લાગશે નવાઈ

Vaidehi

Last Updated: 06:13 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટડીમાં સામે આવ્યું કે સાફ-સફાઈ કરવાથી જિમ કરતાં વધુ પ્રમાણમાં કેલેરી બર્ન કરી શકાય છે. જાણો આગળ શું પરિણામો આવ્યાં ?

  • કેલેરી બર્નિંગને લઈને કરવામાં આવી સ્ટડી
  • જિમ કરતાં સાફ-સફાઈથી વધુ કેલેરી બર્ન થાય છે
  • કિચનની સફાઈમાં સૌથી વધુ કેલેરી બર્ન

મોટાભાગે લોકો કેલેરી બર્ન કરવા, વજન ઘટાડવા માટે જિમ જોઈન કરે છે, જોગિંગ કરે છે પરંતુ હાલમાં જ એક સ્ટડી સામે આવી છે જે કહે છે કે ઘરની સાફ-સફાઈ કરીને તમે તમારી કેલેરી વધુ માત્રામાં બર્ન કરી શકો છો. જો તમે પણ જિમમાં પૈસા વેડફતા હોવ તો જાણી લો આ સ્ટડી શું કહે છે?

આ રીતે કરવામાં આવી સ્ટડી
હોમ ક્લીનિંગ સર્વિસ કંપની હોમએગ્લો દ્વારા કરવામાં આવેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઘરની સાફ-સફાઈ કરવાથી ઝડપથી કેલેરી બર્ન થઈ શકે છે. સ્ટડીમાં કંપનીએ 5 ઘરોની સફાઈ માટે 10 પ્રોફેશનલ ક્લીનર્સને ફિટબિટ પહેનાવીને કામ કરવા માટે કહ્યું. એ બાદ દરેક રૂમની સાફ-સફાઈ દરમિયાન જેટલી કેલેરી બર્ન થઈ તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું જેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યાં.

ઘરની સફાઈથી કેટલી કેલેરી બર્ન થાય છે?
સ્ટડીમાં જાણવા મળ્યું કે 1BHK ફ્લેટની સફાઈ કરનારા પ્રોફેશનલ ક્લીનર્સની એવરેજ 830 કેલેરી બર્ન થાય છે. આ રિઝલ્ટ દોઢ કલાકથી વધારે સમય સુધી કરવામાં આવતાં બ્રિસ્ક વર્કઆઉટ સમાન છે. જ્યારે 3 BHK સફાઈ કરવા પર 1311 કેલેરી બર્ન થાય છે.

કિચનની સફાઈમાં સૌથી વધુ કેલેરી બર્ન થાય છે
આ સ્ટડીમાં જે ડેટા મળ્યો છે તે અનુસાર પ્રોફેશનલ ક્લીનર્સની સૌથી વધુ કેલેરી કિચનમાં સફાઈ દરમિયાન બર્ન થઈ છે. આ દરમિયાન આશરે 276 કેલેરી બર્ન થઈ હતી. આ 40 મિનીટનાં જોગિંગ સમાન છે. સ્ટડીનાં રિઝલ્ટ અનુસાર ઘરની સાફ-સફાઈ જિમથી વધુ સારું રિઝલ્ટ આપી શકે છે. જો તમે કિચનમાં સ્ક્રબિંગ અને મોબિંગ કરો છો તો વેઈટ મેઈન્ટેન રાખવા માટે અલગથી વર્કઆઉટ કરવાની કોઈ જરૂર નથી રહેતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ