બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Hostel of foreign students vandalized in Ahmedabad Gujarat University

તપાસ શરૂ / VIDEO : ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હોસ્ટેલમાં પથ્થરમારો-તોડફોડ

Vishal Khamar

Last Updated: 09:20 AM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં એ બ્લોકમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં પથ્થરમારો થતા વિદ્યાર્થીઓમાં થોડા સમય માટે ભય વ્યાપી જવા પામ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાં સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાનાં વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાઝ પઢી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક કેટલાક લોકોએ હોસ્ટેલમાં પ્રવેશ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી થોડાક સમય માટે મામલો ગરમાઈ જવા પામ્યો હતો.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ કરી હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતા પોલીસ મામલો વધુ બિચકે તે પહેલા હોસ્ટેલ ખાતે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી.

પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
આ બાબતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એસ.આર.બાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ થયાનાં સમાચાર મળતા પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી હતી. તેમજ ક્યાં કારણે આ સમગ્ર બોલાચાલી થવા પામી તે બાબતે તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. 

વધુ વાંચોઃ અમદાવાદમાં ફરી 'તથ્ય કાંડ', નશામાં કારચાલકે અનેક વાહનોનો અડફેટે લીધા, સામેવાળી કારને મારી ટક્કર

કોંગ્રેસનાં ધારાસભ્ય વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા
આ ઘટનાની જાણ કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને થતા તેઓ તાત્કાલીક એસવીપી હોસ્પિટલ ખાતે દાખલ વિદ્યાર્થીઓનાં ખબર અંતર પૂછવા દોડી ગયા હતા.  તેમજ આ સમગ્ર ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ