બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / horseshoe crab blue blood for covid 19 vaccine 11 lakh rupees per litre

શોધ / આ જીવના વાદળી રંગના લોહીથી બનશે કોરોના વેક્સિન, એક લિટરની કિંમત લાખોમાં

Bhushita

Last Updated: 10:37 AM, 10 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે અનેક દેશમાં તેની વેક્સીન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સમયે એક સમાચાર આવ્યા છે કે આ એક જીવના કિંમતી લોહીથી કોરોનાની વેક્સીન બનાવવામાં આવશે. આ એકમાત્ર જીવનું લોહી છે જેને માટે દવા કંપનીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. આ જીવના વાદળી લોહીથી વેક્સીન, દવાઓ અને સ્ટાઈલ લિક્વિડ્સ બને છે. આ જીવના એક લિટર લોહીની કિંમત 11 લાખ રૂપિયાની હોય છે.

  • આ જીવના લોહીથી બનશે કોરોના વેક્સીન
  • આ જીવનું વાદળી રંગનું લોહી કરશે કમાલ
  • આ જીવના એક લિટર લોહીની કિંમત છે 11 લાખ રૂપિયા

આ જીવના લોહીથી અનેક દવાઓ બને છે

આ જીવનું નામ છે હૉર્સશૂ ક્રેબ (Horseshoe Crab). આ દુર્લભ જાતિનો કેકડો છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ જીવના એક લિટર વાદળી લોહીની કિંમત 11 લાખ રૂપિયાની છે. જાણકારોનું માનવું છે કે હોર્સ શૂ કેકડો દુનિયાનો સૌથી જૂનો જીવ છે અને તે પૃથ્વી પર ઓછામાં ઓછા 45 કરોડ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે.  દવા કંપનીઓનું માનવું છે કે આ જીવના લોહીથી અનેક દવાઓને સુરક્ષિત રીતે બનાવાય છે. તેના લોહીમાં લિમુલસ અમીબોસાઈટ લાઈસેટ નામનું તત્વ હોય છે જે શરીરમાં એન્ડોટોક્સિન નામનું ખરાબ રાસાયણિક તત્વ શોધે છે. આ તત્વ કોઈ પણ સંક્રમણના સમયે શરીરમાં નીકળે છે. 

આ જીવના એક લિટર લોહીની કિંમત છે 11 લાખ રૂપિયા

એટલાન્ટિક, હિંદ અને પ્રશાંત મહાસાગરમાં મળનારા હોર્સ શૂ કેકડા વસંત ઋતુમાં મેથી જૂન મહિના સુધી જોવા મળે છે. સૌથી ખાસ વાત તો એ છે કે પૂનમના સમયે કે હાઈ ટાઈડમાં સમુદ્રના કિનારા સુધી આવી જાય છે. જો આ કેકડાની કિંમતની વાત કરવામાં આવે તો તેનું એક લિટર વાદળી લોહી આંતરરાષ્ટ્રિય બજારમાં 11 લાખ રૂપિયા સુધી વેચાય છે. આ દુનિયાનું સૌથી મોંઘો તરલ પદાર્થ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે હોર્સ શૂ કેકડાના લોહીનો ઉપયોગ વૈજ્ઞાનિકો 1970ના વર્ષથી કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર દર વર્ષે પાંચ કરોડ એટલાન્ટિક હોર્સ શૂ કેકડાનો ઉપયોગ મેડિકલ કામમાં કરાય છે. 

આ જીવના લોહીની છે આ ખાસિયત

હોર્સ શૂ કેકડાના વાદળી લોહીમાં તાંબુ હોય છે. સાથે જ એક ખાસ રસાયણ પણ હોય છે જે કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસની આસપાસ જમા થાય છે. તેની ઓળખ કરે છે અને સાથે તેને નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે. આ કેકડાનું લોહી તેના દિલની પાસે કાણું કરીને કાઢવામાં આવે છે. એક કેકડામાંથી 30 ટકા જેટલું લોહી કાઢી શકાય છે અને પછી તેને ફરીથી સમુદ્રમાં છોડી દેવામાં આવે છે. 10થી 30 ટકા કેકડા લોહી કાઢવાની પ્રક્રિયામાં મૃત્યુ પણ પામે છે. ત્યારબાદ માદા કેકડાને પ્રજનનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

ઉલ્લેખનીય છે કે જુલાઈની શરૂઆતમાં સ્વિત્ઝરલેન્ડની દવા કંપની લોંજાએ કોવિડ 19 વેક્સીનના હ્યુમન ટ્રાયલની તૈયારી કરી છે. અમેરિકામાં ટ્રાયલ કરવા માટે દવા કંપનીને મોટા પ્રમાણમાં લિમુલસ અમીબોસાઈટ લાઈસેટની જરૂર પડશે. આ તો હોર્સ શૂ ક્રેબમાંથી જ મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ