બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Honest rickshaw pullers of Ahmedabad brought humanity to the passengers by returning their valuables.

અમદાવાદ / કળિયુગમાં ઈમાનદારીના પરચા! આ 25 રિક્ષાચાલકોની નૈતિકતા આગળ કિંમતી સામાન છે ધૂળ બરોબર

Dinesh

Last Updated: 11:29 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદના ઈમાનદાર રિક્ષાચાલકોએ મુસાફરોના કિમતી સામાનને પરત કરીને માનવતા મહેકાવી છે. આવા રિક્ષાચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું

  • અમદાવાદના રિક્ષાચાલકોની ઈમાનદારીની પ્રેરણારૂપ
  • રિક્ષા ડ્રાઇવરોની ઈમાનદારીએ લોકોની વિચારશૈલી બદલી
  • રોકડા, બેગ, ચાવી, ટીફિન અનેક સામાન પરત આપીને ઈમાનદારી દર્શાવી

 

Ahmedabad news: માનવતા હજુ પણ જીવે છે આ વાતની સાબિતી અમદાવાદના રિક્ષાચલાકોએ આપી છે. કારણ કે અમદાવાદના ઈમાનદાર રિક્ષાચાલકોએ મુસાફરોના કિમતી સામાનને પરત કરીને માનવતા મહેકાવી છે. આવા રિક્ષાચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રિક્ષાચાલકો ઈમાનદારીની વાત કરીએ.

રિક્ષા ડ્રાઇવરોની ઈમાનદારી
નૈતિકતા, પ્રમાણિકતા, ઉદારતા, માનવતા, આ બધુ કળિયુગમાં બહુ ઓછુ સાંભળવા મળે. ભ્રષ્ટાચારથી ખદબદતી સિસ્ટમ વચ્ચે આ બધુ ભાગ્યે જ જોવા મળે છે. લૂંટ, છેતરપિંડી જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઇ છે ત્યારે આપણને એવું લાગે કે આ દુનિયામાં માનવતા મરી પરવારી છે. પરંતુ અમદાવાદના કેટલાક રિક્ષા ડ્રાઇવરોની ઈમાનદારીએ લોકોની વિચારશૈલી જ બદલી નાખી છે. કારણકે રિક્ષામાં મુસાફરી દરમિયાન કેટલાક મુસાફરો પોતાનો કિંમતી સામાન રિક્ષામાં જ ભૂલી જતા હોય છે.  ક્યારેક આ સામાન પરત મળે છે તો ક્યારે કિંમતી સામાન ગુમાવવો પડે છે. પરંતુ અમદાવાદના કેટલાક રિક્ષા ચાલકોએ ઈમાનદારી બતાવી મુસાફરોને તેનો કિંમતી સામાન પરત કર્યો હતો. અને આવા 25થી વધુ ઈમાનદાર રિક્ષાચાલકોનું રખિયાલમાં નારાયણા હોસ્પિટલમાં એક કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું...

રિક્ષાચાલકની ઈમાનદારી લોકો માટે પ્રેરણારૂપ બની 
આ સન્માન સમારોહમાં સન્માનિત કરવામાં આવેલા રિક્ષાચાલકોએ પોતાની ઈમાનદારીની કહાની પણ સંભળાવી હતી, કે કઈ રીતે તેણે મુસાફરને કિંમતી સામાન પરત આપી પોતાની સાચી જવાબદારી નિભાવી હતી. આ જ રીતે કોઈ રિક્ષાચાલકે મોબાઈલ આપ્યા, કુરિયર પાર્સલ આપ્યા, રોકડા, બેગ, ચાવી, ટીફિન આવા અનેક સામાન પરત આપીને પોતાની ઈમાનદારી દર્શાવી છે...અને એક રિક્ષાચાલકની આવી ઈમાનદારી આજે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ