બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Home Minister Amit Shah chaired high-level Jammu & Kashmir security review meeting in Delhi

દેશ / LoC અને ઈન્ટરનેશનલ બોર્ડરની સિક્યુરીટીની સમિક્ષા કરી અમિત શાહે, હાઈ લેવલ મીટિંગમાં આપ્યાં નિર્દેશ

Vaidehi

Last Updated: 06:54 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનનાં સુરક્ષા અધિકારીઓએ જમ્મૂ-કાશ્મીરની હાલની કાનૂન વ્યવસ્થાની સ્થિતિ અંગેનું એક પ્રેઝેંટેશન ગૃહમંત્રી અમિત શાહની સમક્ષ રજૂ કર્યું.

  • જમ્મૂ-કાશ્મીરની સુરક્ષાને લઈને ગૃહમંત્રી શાહે કરી બેઠક
  • સુરક્ષા અધિકારીઓએ J&Kની હાલની સ્થિતિ અંગે કરી સમીક્ષા
  • LoC અને માઈનોરિટીની સ્થિતિ અંગે કરવામાં આવી ચર્ચા

દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જમ્મૂ-કાશ્મીરની સુરક્ષાને લઈને ગૃહમંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ, જમ્મૂ-કાશ્મીરનાં LG મનોજ સિન્હા, ગૃહ સચિવ અજય ભલ્લા, DGP જમ્મૂ-કાશ્મીર દિલબાગસિંહ અને MHA તેમજ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

બેઠકમાં શું ચર્ચા થઈ?
કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનનાં સુરક્ષા અધિકારીઓએ જમ્મૂ-કાશ્મીરની હાલની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અંગેનું એક પ્રેઝેંટેશન ગૃહમંત્રી અમિત શાહની સમક્ષ રજૂ કર્યું હતું. સૂત્રો અનુસાર મીટિંગમાં નિયંત્રણ રેખા LOC અને આંતરરાષ્ટ્રીય સીમાની નજીક આવેલા ક્ષેત્રોમાં સ્થિતિ, ઘુસણખોરીનાં પ્રયાસો અને માઈનોરિટી સમુદાયોનાં સદસ્યોને ટાર્ગેટ બનાવવાનાં પ્રયત્નો જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી .

જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદની સંપૂર્ણ નાબૂદી નજીક...
DGPએ 6 એપ્રિલનાં કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાંથી આતંકવાદ હજુ નાશ પામ્યો નથી પરંતુ આતંકવાદીઓની સંખ્યા ન્યૂનતમ થવાને લીધે આતંકવાદ પણ નાશ પામવાની નજીક છે. તેમણે કહ્યું કે સ્થાનીય યુવાનો કે જેમને આતંકવાદ તરફ ધકેલી દેવામાં આવ્યું હતું હવે તેઓ આ માર્ગ છોડીને પાછા આવી ગયાં છે. 

116 અલ્પસંખ્યકોનું થયું મૃત્યુ
સરકારે સંસદને જણાવ્યું કે બંધારણમાંથી જમ્મૂ-કાશ્મીર પર લાગેલી 370ની કલમ દૂર કર્યાં બાદ ઓગસ્ટ 2019થી જૂલાઈ 2022 સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ કાશ્મીરી પંડિતો અને 16 અન્ય હિંદુ તેમજ શીખો સહિત 118 સામાન્ય નાગરિકોનું મૃત્યુ થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ