બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Hema Malini and Amitabh Bachhan Chemestry in baghban secrets revealed

બોલિવૂડ / હેમામાલિની અને બચ્ચનની સારી કેમેસ્ટ્રી હોવાના કારણે ધર્મેન્દ્રએ ન જોઈ બાગબાન? જાણો ડ્રીમ ગર્લનો જવાબ

Vaidehi

Last Updated: 03:51 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન હેમા માલિનીએ બાગબાન ફિલ્મ વિશે કેટલાક ખુલાસા કર્યાં.

  • બાગબાન ફિલ્મ વિશે હેમા માલિનીએ કરી વાતચીત
  • મૂવીમાં અમિતાભ અને હેમાની કેમેસ્ટ્રી હિટ થઈ હતી
  • પરંતુ પઝેસિવ ધર્મેન્દ્રે આજ સુધી બાગબાન મૂવી જોઈ નથી

બોલીવુડની 'ડ્રીમ ગર્લ' તરીકે જાણીતી એવી એક્ટ્રેસ હેમા માલિનીએ પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મોમાં એક નામ છે બાગબાન, જેમાં અમિતાભ બચ્ચન સાથે હેમા માલિનીની જોડી સુપરહીટ થઈ હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન હેમા માલિનીને બાગબાન ફિલ્મ વિશે વાત કરી.

માંના  કહેવા પર ફિલ્મ માટે હા કરી...
હેમા માલિનીએ જણાવ્યું કે પહેલા તેમણે બાગબાન ફિલ્મ માટે ના પાડી દીધી હતી. પરંતુ પોતાની માતાનાં કહેવા પર તેમણે પોતાનો નિર્ણય બદલ્યો. તેમણે કહ્યું રે જ્યારે રવિ ચોપડા મને ફિલ્મની કહાણી સંભળાવી રહ્યાં હતાં ત્યારે મારી માતા પણ ત્યાં જ બેઠી હતી.  તેમના ગયાં બાદ મેં માંને કહ્યું કે 4 આટલા મોટા છોકરાની માતાનો રોલ કરવાનું કહી રહ્યાં છે. હું આ કઈ રીતે કરી શકું છું? પરંતુ મારી માતા ઈચ્છતી હતી કે હું આ ફિલ્મને રિજેક્ટ ન કરું. ત્યારે માંએ કહ્યું કે,' ના ના તારે આ કરવી જ પડશે, આ ફિલ્મની સ્ટોરી સારી છે. ' છેલ્લે મેં કહ્યું 'ઠીક છે..હું આ ફિલ્મ કરીશ.'

ધર્મેન્દ્રે નથી જોઈ આ ફિલ્મ
કહેવાય છે કે ધર્મેન્દ્ર, હેમા માટે હંમેશાથી પઝેસિવ રહ્યાં છે. આ ફિલ્મમાં અમિતાભ અને હેમાની કેમેસ્ટ્રીનાં વખાણ થવાને લીધે તેમણે આજ સુધી આ ફિલ્મ જોઈ નથી.  જો કે જ્યારે આ સવાલ હેમા માલિનીને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે હસતાં હસતાં કહ્યું કે 'મને આ વિષે ખબર નથી.'

2003માં રિલીઝ થઈ હતી ફિલ્મ
બાગબાન ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી જે દર્શકો ખૂબ પસંદ આવી હતી.  આજે પણ ફેન્સ આ મૂવી ફેમિલી સાથે જોવાનું પસંદ કરે છે. ફિલ્મમાં હેમા માલિની અને અમિતાભ બચ્ચની સાથે સલમાન ખાન, મહિમા ચૌધરી, અમન વર્મા અને સમીર સોની હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ