બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains caused devastation in Gir Somnath, 22 inches of rain in Sutrapada taluka

Video / મેઘ 'મહેર' નહીં, 'કહેર': નદીઓમાં ઘોડાપૂર, સોસાયટીઓમાં પાણી, અનેકનું સ્થળાંતર, ખેતરો તરબોળ... ગીર સોમનાથમાં જાણે આભ ફાટ્યું

Malay

Last Updated: 02:53 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર-સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં છે. તો મુશળધાર વરસાદને કારણે અનેક નદી ગાંડીતૂર બની છે.

 

  • ગીર સોમનાથમાં ભારે વરસાદે સર્જી તારાજી 
  • સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 22 ઈંચ વરસાદ 
  • રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી
  • વેરાવળના રસ્તાઓ પર કેડસમા પાણી, પશુઓ આફતમાં મૂકાયા 

સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં તો આભ ફાટ્યું છે. 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 22 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વેરાવળમાં 19.24 ઈંચ, તાલાલામાં 11.96 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદે તાલાલા અને સુત્રાપાડામાં વિનાશ વેર્યો છે. મુશળધાર વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. લોકોના વાહનો, ઘરવખરી સહિતની વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ કરાયા છે. તો અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે.

ગીર સોમનાથના સોનારીયા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. હિરણ-2 ડેમના દરવાજા ખોલવામાં આવતા પાણી ગામમાં ઘૂસ્યા હતા. ગામ વચ્ચેની જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સોનારીયાની આસપાસના ગામડાઓ પણ બેટમાં ફેરવાયા છે.

ગીરસોમનાથમાં જળબંબાકાર, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

ગીર સોમનાથની સાહીની કોલોનીમાં કેડસમા પાણી, લોકો બોટ લઇને બહાર નીકળવા મજબૂર

અવિરત મેઘ મહેર વચ્ચે સોમનાથમાં ધસમસતા વહેણમાં છકડો તણાયો, જુઓ LIVE દ્રશ્યો

વાહનોની જળ સમાધિ, ઘરોમાં પાણી, રસ્તાઓ ગરકાવ..., VIDEOમાં જુઓ ગીર સોમનાથના કેવાં હાલ


વેરાવળના રસ્તાઓ પર કેડસમા પાણી, મૂંગા પશુઓ આફતમાં મૂકાયા 

આ દ્રશ્યો જોઇ આવી જશે હિમાચલની યાદ, ગાગડિયા ધોધના પાણીએ 'સવની' ગામમાં કહેર વર્તાવ્યો


વેરાવળમાં મુશળધાર: ઝુલેલાલ મંદિર પાણીમાં ગરકાવ, રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

સુત્રાપાડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ખેતરો પાણી-પાણી, જાણે નદી વહેતી હોય તેવાં દ્રશ્યો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ