બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / heavy rain reason know why it is not stop for several hours

ખરેખર? / શું તમે જાણો છો? કેમ મેઘરાજા એકાએક કહેર બનીને તૂટી પડે છે, બંધ થવાનું પણ નામ નથી લેતો, જાણો કારણ

Arohi

Last Updated: 09:24 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy Rain Reason: ચોમાસુ જ્યારે મોડુ આવે છે તો વાતાવરણમાં વધારે ગરમી ભેજનું પ્રમાણ વધારે રહે છે. લોકો આતુરતાથી રાહ જોતા હોય છે કે આખરે વરસાદ ક્યારે પડશે?  પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે અચાનક એટલો બધો પડે છે કે દરેક જગ્યાએ પાણી જ પાણી થઈ જાય છે. પરંતુ તમને ખબર છે કે આવું શા માટે થાય છે? આવો જાણીએ....

  • ચોમાસુ મોડુ આવવા પર વાતાવરણમાં વધે છે ભેજ 
  • ચોમાસામાં અચાનક કેમ પડવા લાગે છે આટલો બધો વરસાદ? 
  • જાણો આવું શા માટે થાય છે? 

દેશભરમાં હાલ ચોમાસાના સિઝન ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં સતત વરસાદના કારણે ખૂબ જ પાણી પણ ભરાયા છે. ઘણી જગ્યાઓ પર ભારે વરસાદના કારણે ઘણા લોકોના જીવ પણ ગયા છે. રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદના બાદ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીના તમામ વીઆઈપી વિસ્તારો પર પણ જાણે પુર આવ્યું છે.

ચોમાસાના વરસાદનો નેચર આવો જ હોય છે. આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળ આવી જાય છે અને ગાજવીજ સાથે વરસાદ પડવા લાગે છે. જ્યારે અચાનક કલાકો સુધી વરસાદ વરસતો રહે છે તો તેના કારણે મોનસૂન પ્લાન નિષ્ફળ થઈ જાય છે. 

અચાનક કેમ પડવા લાગે છે મુશળધાર વરસાદ
ભારે અને લાંબા સમય સુધી વરસાદ પડે તેના ઘણા કારણો છે. મુખ્ય કારણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ. જો ખૂબ વધારે ભેજ હોય છે તો ભારે વરસાદની સંભાવના રહે છે. પરંતુ જો ભેજ ઓછો હોય છે તો વરસાદ ઓછો થશે. તેના ઉપરાંત એક અન્ય કારણ છે વાયુમંડળનું તાપમાન. જો વાતાવરણ ગરમ છે તો હલકો વરસાદ થાય છે અને જો વાતાવરણ ઠંડુ છે તો ભારે વરસાદ થાય છે.

ભારે પવન અને પહાડ
જ્યારે ભારે પવન ફૂકાતો હોય અને તે પહાડો સાથે અથડાય તે સ્થિતિને ઓરોગ્રાફિક લિફ્ટ કહેવામાં આવે છે. જ્યારે ભારે હવાનો સામનો કોઈ પહાડ કે અન્ય કોઈ અવરોધ સાથે થાય છે તો ગહવા ઉપર ઉઠવા માટે મજબૂત થઈ જાય છે. 

જેના કારણે હવા ઉપર ઉઠે છે તે ઠંડી થઈ જાય છે અને તેમાં હાજર ભેજનું પ્રમાણ વધી જાય છે. જેના બાદ પહાડોની તરફ જતી હવાની દિશામાં વરસાદ થાય છે. આ ઘટનાને ભુગોળીય લિફ્ટના રૂપમાં ઓળખવામાં આવે છે. આ સ્થિતિમાં અમુક ક્ષેત્રોમાં વરસાદ થાય છે. 

વાયુના સમૂહનું અથડાવવું 
જ્યારે અલગ અલગ વિશેષતાઓ વાળા બે કે તેનાથી વધારે વાયુ ગ્રુપ એક બીજા સાથે અથડાય છે તો તે ઓછા દબાણનું ક્ષેત્ર બનાવે છે. આ પરિસ્થિતિઓમાં હવા ઉપર ઉઠે છે અને કાળા વાદળ બનાવે છે. જેના બાદ મુસળધાર વરસાદ પડે છે. તેના કારણે ઘણા કલાકો સુધી વરસાદ થતો રહે છે. આવુ મોટાભાગે એવા વિસ્તારોમાં થાય છે જ્યાં અલગ અલગ વાયુગ્રુપ એક બીજા સાથે અથડાય છે. 

પૃથ્વીનું તાપમાન 
પૃથ્વી પર વધારે ગરમીનું વધવુ પણ ભારે વરસાદના કારણે થાય છે. પ્રચંડ ગરમીના દિવસોમાં સપાટીની પાસે હવા અસ્થિર રહે છે. આ અસ્થિરતા એવા વાદળોનું નિર્માણ કરે છે જેનાથી વાવાઝોડુ અને ભારે વરસાદ આવે છે. 

જોકે એ વાત ધ્યાનમાં રાખો કે ભારે વરસાદનું કારણ સ્થાનીક જળવાયુ પરિસ્થિતિઓ અને હવામાનની સ્થિતિ પર આધાર રાખે છે. દરેક ક્ષેત્રોમાં એક સમાન પરિસ્થિતિઓ લાગુ નથી હોતી. એટલે કે પહાડી વિસ્તારોમાં અને મેદાની વિસ્તારોમાં સમુદ્રતટીય વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિઓમાં અંતર હોય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ