બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Heavy rain expected in these states including UP in the country

આગાહી / ફરીથી બદલાયો મોસમનો મિજાજ! દેશમાં UP સહિત આ રાજ્યોમાં ભારે વરસાદના અણસાર, IMDએ આપ્યું એલર્ટ

Priyakant

Last Updated: 08:52 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update Latest News: હવામાન વિભાગનું કહેવું છે કે, 12 ફેબ્રુઆરીથી દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે, દેશની રાજધાની દિલ્હીમાં દિવસ દરમિયાન તડકો રહેશે પરંતુ સવારે ધુમ્મસ રહેશે

  • દેશમાં બદલાતા વાતાવરણ વચ્ચે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીથી રાહત મળી
  • 12 ફેબ્રુઆરીથી દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે
  • ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

Weather Update : દેશમાં બદલાતા વાતાવરણ વચ્ચે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીથી રાહત મળી છે. જોકે હવે એવું સામે આવ્યું છે કે, દેશનું હવામાન ફરી બદલાશે. હવામાન વિભાગનું કહેવું છે કે, 12 ફેબ્રુઆરીથી દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 

કેવું રહેશે દિલ્હીનું હવામાન?
દેશની રાજધાની દિલ્હીમાં દિવસ દરમિયાન તડકો રહેશે પરંતુ સવારે ધુમ્મસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 ફેબ્રુઆરીએ દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે છે. IMD અનુસાર આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન 8 થી 11 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. મહત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.

શું છે દેશની હવામાન સ્થિતિ ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશામાં 12 થી 13 ફેબ્રુઆરી વચ્ચે હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન હળવા વરસાદની સંભાવના છે. આ સિવાય આજે તેલંગાણામાં એક-બે જગ્યાએ હળવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

વધુ વાંચો: રાજ્યસભાની બેઠકોથી ભાજપ રમી ગઇ લોકસભાની રણનીતિ, સમજો રેકોર્ડબ્રેક જીતનું સમીકરણ

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તે જ સમયે કર્ણાટકના દરિયાકાંઠે પૂર્વ મધ્ય અરબી સમુદ્રથી ઉત્તર આંતરિક કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત પ્રદેશ સુધી નીચા સ્તરે એક ચાટ ચાલી રહી છે. આ કારણોસર મોસમી પ્રવૃત્તિઓમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ