બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Heavy curry! Organizers of mass weddings in Virpur are absconding, families of bride and groom are in trouble

હોબાળો / ભારે કરી! વીરપુરમાં સમૂહ લગ્નના આયોજકો જ થયા ફરાર, વર-કન્યાના પરિવારો મૂશ્કેલીમાં મુકાયા

Mehul

Last Updated: 11:47 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જીલ્લાના વીરપુર (જલારામ)માં એક સમાજ સેવી સંસ્થાના ઉપક્રમે સમૂહલગ્નનું આયોજન 6 ઠ્ઠી માર્ચે. આયોજક છેડતીના આરોપમાં ફરાર. યુગલ દીઠ લેવાયા રૂપિયા 17 હજાર.પરિવારમાં ચિંતા

  • વિરપુર (જલારામ )માં સમૂહ લગ્ન પહેલા જ 'શરણાઈ' બેસૂરી 
  • આયોજક ફરાર, યુગલ પરિવારોનો પોલીસ મથકે હોબાળો 
  • 64 યુગલ શામેલ,પ્રત્યેકે ભર્યા છે 17 હજાર,પોલીસ દાદ નથી દેતી 

રાજકોટ જીલ્લાના વીરપુર (જલારામ)માં એક સમાજ સેવી સંસ્થાના ઉપક્રમે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આવિષ્કાર મહિલા વિકાસ મંડળ તરફથી યોજાનારા સમૂહલગ્નની તૈયારીભાગરૂપ  એક  બેઠકનું આયોજન કરાયું હતું. પરંતુ બેઠકમાં મુખ્ય આયોજક અનુપસ્થિત રહેતા  વર-કન્યા પક્ષના પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. સમૂહ લગ્નના આયોજક કહેવાતા અનિલ સરવૈયા ગેરહાજર હતા. કહેવાય છે કે તેના વિરૂદ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં છેડતીનો ગુનો નોંધાયો હોય તે  ફરાર છે. પરિણામે   વર-કન્યા પક્ષના પરિવારજનો મોટી સંખ્યામાં વીરપુર પોલીસ સ્ટેશને પહોચી  હોબાળો મચાવ્યો હતો.

સમૂહલગ્નનું આયોજન 6 માર્ચે 

આવિષ્કાર મહિલા વિકાસ મંડળ દ્વારા  આગામી 6 માર્ચે સમૂહલગ્નનું આયોજન કરાયું છે. આ સમૂહ લગ્નમાં  64 જેટલા યુગલ  લગ્નબંધનમાં બંધાવાના છે  આ માટે  યુગલ દીઠ  પ્રત્યેક પરિવારે 17 હજાર રૂપિયા પણ ભરી દીધા છે. પરંતુ મુખ્ય આયોજક જ ફરાર હોવાથી પરિજનોએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો અને  વર-કન્યા પક્ષના પરિવારો પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.  પરંતુ પોલીસે આ પરિવારજનોની  ફરિયાદ સાંભળવાની ના પાડતા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ  હોબાળો મચાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ