બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heat will increase in the state in the coming days

આગાહી / ગુજરાતમાં ઠંડી અને વરસાદનું ગુડ બાય, હવામાન વિભાગે કરી તપતી આગાહી,આવું રહેશે 5 દિવસ વાતાવરણ

Vishal Khamar

Last Updated: 04:47 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ત્યારે ઉત્તર દક્ષિણી દરિયાઈ વિસ્તારમાં પવન ફૂંકાશે.

રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગના  આગાહી કરી કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે. તેમજ ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં  2-3 ડિગ્રી નો  વધારો થશે. તો મહત્તમ તાપમાનમાં પણ ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી વધારો જોવા મળશે. જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે. સાથે જ ઉત્તર દક્ષિણી દરિયાઈ વિસ્તારમાં  15-20 કિમીના પવન પણ ફૂકાશે.

11 માર્ચ બાદ વાતાવરણમાં પલ્ટો આવવાની શક્યતાઃ અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)
રાજ્યમાં ફરી પાછો વાતાવરણમાં પલ્ટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે.  ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તા. 8 થી 11 માર્ચ દરમ્યાન વાતાવરણમાં પલ્ટો આવવાની શક્યતા છે. તેમજ પવન અને વાદળછાયા વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી હી છે.  તેમજ 18 થી 20 માર્ચ દરમ્યાન પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. 

અભિમન્યુ ચૌહાણ (વૈજ્ઞાનિક, હવામાન વિભાગ)

વધુ વાંચોઃ આ 7 દેશોમાં સ્થાયી થવું છે એકદમ સહેલું, જાણો કયા દેશ લિસ્ટમાં છે સામેલ

તાજેતરમાં પડેલ વરસાદથી જીરૂ, એરંડા સહિતનાં પાકમાં નુકશાનની શક્યતા
માર્ચ મહિનો શરુ થતાની સાથે જ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરમાં ઉભો પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. તો અમુક જગ્યાએ બરફનાં કરા પણ પડ્યા હતા.  તો જીરું, એરંડા સહિતના પાકમાં ભારે નુકશાનની શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ