બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / heat wave: India and Pakistan has wet bulb alert, weather updates of summer

એલર્ટ / ભારતમાં ખતરનાક 'વેટ-બલ્બ'ની આગાહી: ગરમી કરવાની મહત્તમ સીમા આવી જાય એવી લૂ મચાવશે તબાહી

Vaidehi

Last Updated: 05:07 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશેષજ્ઞોએ આ વખતે ચેતવણી આપી છે કે આ વખતે ગરમી ભારત અને તેની આસપાસનાં ક્ષેત્રોને વધારે હેરાન કરવાની છે. હીટવેવની પકડમાં પાકિસ્તાનનાં પણ અનેક શહેરો આવી શકે છે.

  • ભારતમાં પડશે આકરી ગરમી
  • વિશેષજ્ઞએ વેટ બલ્બની આપી ચેતવણી
  • ભારત સહિત પાકિસ્તાનનો મોટો વિસ્તાર જોખમમાં

હાલમાં લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યાં છે. ફેબ્રુઆરીમાં લોકો તડકાનાં તાપથી પીડાતાં હતાં તો માર્ચમાં માવઠાનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ જળવાયુ પરિવર્તન માત્ર ભારતમાં જ નહીં સમગ્ર દુનિયામાં અનુભવાઈ રહ્યો છે. વિશેષજ્ઞોએ આવનારાં મહિનામાં ભારત, પાકિસ્તાન અને આસપાસનાં અનેક ક્ષેત્રોમાં ભયાનક ગરમી પડી શકવાની ચેતવણી આપી છે. ગતવર્ષે તાપમાન એપ્રિલમાં ક્ષેત્રનાં કેટલાક ભાગોમાં તાપમાન 40થી 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

ભારત અને આસપાસમાં ગરમીનો પ્રકોપ વધશે
meer.org નાં મુખ્ય રણનીતિ અધિકારી પીટર ડાયન્સે પોતાના ટ્વિટમાં લખ્યું કે 'આ વખતે ગરમી ભારતને લોકોને જીવિત રહેવાની સીમા સુધી ધકેલી દેશે. ભારતમાં ફેબ્રુઆરીનાં સૌથી ગરમ રેકોર્ડનો અનુભવ થયાં બાદ આવનારાં અઠવાડિયાઓમાં તાપમાન વધવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.' પીટર ભલે ભારતનો ઉલ્લેખ કરી રહ્યાં હોય પરંતુ તેમની આ ચેતવણી સમગ્ર ક્ષેત્ર માટે છે જેમાં ભારતનાં પાડોશી દેશ પણ શામેલ છે. તેમણે લખ્યું કે 'જો વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ ચાલુ જ રહી તો આ ક્ષેત્રમાં વેટ બલ્બ wet-bulbનો ગંભીર ભય છે.'

શું છે આ  wet-bulb ?
ગરમીની એ ચરમસીમા કે જેનાથી વધારે માણસ ઉચ્ચ તાપમાનને સહન નથી કરી શકતો..તેને વેટ-બલ્બ તાપમાન કહે છે. પીટરે લખ્યું, 'સૌથી ભયાનક વેટ બલ્બ ઘટનાઓમાંની એક શિકાગોમાં બની હતી. જેમાં 700થી વધારે લોકો ગરમી અને લૂની હરફેટે આવ્યાં હતાં, જેમાં મોટાભાગે વયસ્કો અને ગરીબો હતાં. 1995ની ગરમીની લહેર અમેરિકી ઈતિહાસમાં સૌથી ઘાતક જળવાયુ આપત્તિઓમાંની એક છે જેમાં સંયુક્ત રૂપથી સૈંડી અને હાર્વે તૂફાનથી 3 ઘણાં વધારે લોકો મૃત્યુ પામ્યાં હતાં.'

નકશામાં જોવા મળે છે વિસ્તારો
નકશામાં જોઈ શકાય છે કે ક્યાં વિસ્તારમાં કેટલી ગરમી પડશે. તેમાં દક્ષિણ-પશ્ચિમ ભારતનો એક મોટો હિસ્સો ભયાનક ગરમીની પકડમાં આવી શકે છે. પાકિસ્તાનનાં પૂર્વી ભાગ અને કરાંચી, લરકાના, મુલ્તાન જેવા શહેરોમાં પણ આ ગરમી પડશે. પાકિસ્તાની સમાચાર પત્રની એક ન્યૂઝ અનુસાર દેશમાં પાણીની અછત વધી રહી છે. જેની સૌથી વધુ અસર ખેતી પર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ