બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / health world blood donor day people who should not donate blood

વર્લ્ડ બ્લડ ડોનર ડે / બ્લડ ડોનેટ કરવાના શું છે નિયમ, કોણ કરી શકે છે રકતદાન અને કોણ નહીં, એક ક્લિકમાં તમામ માહિતી

Manisha Jogi

Last Updated: 10:50 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે, દર વર્ષે 14 જૂનના રોજ રક્તદાન દિવસ ઊજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવાનો છે.

  • આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે
  • લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવા વર્લ્ડ બ્લડ ડોનર ડેની ઊજવણી
  • આ લોકો ક્યારેય પણ ના કરી શકે રક્તદાન

રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે, જેની મદદથી તમે એકસાથે અનેક લોકોનો જીવ બચાવી શકો છો. આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે, દર વર્ષે 14 જૂનના રોજ રક્તદાન દિવસ ઊજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવાનો છે. શું તમને ખબર છે કે, રક્તદાન કરવાથી માત્ર લોહી મેળવનારને જ નહીં, પરંતુ રક્તદાતાને પણ અનેક ફાયદા થાય છે. 18થી 65 વર્ષ સુધીના કોઈપણ મહિલા અથવા પુરુષ રક્તદાન કરી શકે છે. પુરુષ દર 3 મહિને અને મહિલાઓ દર 4 મહિને રક્તદાન કરી શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં મહિલાઓ અથવા પુરુષ રક્તદાન કરી શકતા નથી. કોણ રક્તદાન કરી શકે અને કોણ રક્તદાન ના કરી શકે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

રક્તદાન કોણ કરી શકે અને કોણ ના કરી શકે?

  • રક્તદાતાનું વજન 45 કિલોગ્રામથી ઓછું ના હોવું જોઈએ.
  • હીમોગ્લોબિનનું લેવલ 12.5 ગ્રામથી ઓછું ના હોવું જોઈએ. 
  • કેન્સરના દર્દીઓ રક્તદાન ના કરી શકે.
  • જો તમે મિર્ગી, અસ્થમા, બ્લીડિંગ ડિસઓર્ડર, થેલેસીમિયા, સિકલ સેલ એનીમિયા, પોલીસિથીમિયા હોય તો તમે રક્તદાન નહીં કરી શકો. 
  • છેલ્લા એક વર્ષમાં ટેટૂ અથવા એક્યુપંચર થેરાપી લીધી હોય તો, તમે રક્તદાન ના કરી શકો. 
  • મહિલાઓએ પ્રસૂતિ અને બ્રેસ્ટ ફીડિંગના 1 વર્ષ પછી જ રક્તદાન કરવું જોઈએ. 
  • ડાયાબિટીસમાં ઈન્સ્યુલિનના ઈન્જેક્શન લઈ રહ્યા છો, તો તમે બ્લડ ડોનેટ નહીં કરી શકો, પરંતુ ડાયાબિટીસ કંટ્રોલમાં હોય તો બ્લડ ડોનેટ કરી શકો છો. 
  • નસો દ્વારા એકપણ વાર ઈન્જેક્શન લીધું હોય તો, બ્લડ ડોનેટ નહીં કરી શકો. 
  • કોઈ બિમારીની દવા લેતા હોય તો બ્લડ ડોનેશન પહેલા ડૉકટરની સલાહ લેવી જરૂરી છે. 
  • હેપેટાઈટિસ બી, સી, ટ્યૂબરકુલોસિસ, લેપ્રોસી અને HIV ઈન્ફેક્શન હોય તો તમે બ્લડ ડોનેટ ના કરી શકો. 
  • રક્તદાનના 15 દિવસ પહેલા કોલેરા, ટાઈફોઈડ, ડિપ્થીરિયા, ટિટનેસ, પ્લેગ અને Gammaglobulinની રસી લીધી હોય તો બ્લડ ડોનેટ કરી શકતા નથી. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ