બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health what is genital herpes infection its causes symptoms types home remedies and important diet tips
Arohi
Last Updated: 02:01 PM, 21 February 2024
સ્કિન પર જો નાના નાના દાણા નિકળી રહ્યા છે જેમાં પરૂ નહીં પરંતુ ફક્ત પાણી જ ભરાયેલું હોય તો આ સમસ્યાને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો. કારણ કે આ ગંભીર ઈન્ફેક્શન જેનિટલ હર્પીસના લક્ષણ હોઈ શકે છે. આ લાંબા સમય સુધી ચાલતી બીમારી છે જે એક વખત ઠીક થયા બાદ પરત પણ આવી શકે છે. જાણો તેના વિશે....
ADVERTISEMENT
શું છે હેર્પીસ ઈન્ફેક્શન?
હર્પીસ સ્કિન સાથે જોડાયેલી સમસ્યા છે જે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસના કારણે થાય છે. આ વાયરસ પ્રાઈવેટ પાર્ટ, મોંઢાની સાથે શરીરના અન્ય ભાગોને પણ પ્રભાવિત કરી શકે છે. આ ઈન્ફેક્શનમાં ત્વચા પર નાની નાની પાણીથી ભરેલી ફોલ્લીઓ થાય છે.
ADVERTISEMENT
આ દાણા વધતા સમયની સાથે સાઈઝમાં પણ વધવા લાગે છે. સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો સમસ્યા ગંભીર થઈ શકે છે. હર્પીસ ઈન્ફેક્શનને ઠીક થવામાં લગભગ 10થી 12 દિવસનો સમય લાગે છે અને આ સમસ્યા એક વખત ઠીક થયા બાદ ફરી પણ થઈ શકે છે.
હર્પીસ ઈન્ફેક્શનના કારણ
હર્પીસ કેટલા પ્રકારના હોય છે?
હર્પીસ મુખ્ય રીતે બે પ્રકારના હોય છે
હર્પીસ ટાઈપ 1 (HSV 1)
તેને ઓરલ કે મૌખિક હર્પીસના નામથી પણ ઓળખવામાં આવે છે. જે ખાસ કરીને મુખ અને લિપ્સના એરિયાને પ્રભાવિત કરે છે. આ સંક્રમિત વ્યક્તિનું એંઠુ, ટૂથબ્રશ વગેરેના ઉપયોગથી ફેલાય છે.
હર્પીસ ટાઈપ 2 (HSV 2)
તેને જનનાંગ હર્પીસ કહેવાય છે. તેમાં પ્રાઈવેટ પાર્ટ કે મળાશયની આસપાસના ક્ષેત્ર પ્રભાવિત થાય છે.
હર્પીસ બીમારીમાં શું ખાવું જોઈએ?
હર્પીસ ઈન્ફેક્શનમાં વ્યક્તિ કમજોર ફીલ કરે છે અને સ્ટ્રેસમાં પણ રહે છે. તેને દૂર કરવા માટે ડાયેટ અને રૂટીન પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. અનહેલ્ધી ડાયેટની સમસ્યા વધી શકે છે તો કોઈ પણ પ્રકારની ડાયેટ લેવી ખૂબ જ ફાયદાકારક હોય છે. જાણો તેના વિશે.
હર્પીસમાં પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનું સેવન એક તો તમને એનર્જેટિક રાખે છે અને બીજુ સમસ્યાથી આરામ આપે છે. દૂધ, સ્પાઉન્ટ્સ, દહીં, ઈંડા, બીન્સ, નટ્સ અને દાળને પોતાની ડાયેટનો ભાગ બનાવો.
હર્પીસ ઈન્ફેક્શન થવા પર ભોજનમાં અલગ અલગ મસાલા અને હર્બ્સને પણ શામેલ કરો. આદુ, લસણ, સુંઠ, કાળી મરી અને હળદરનું સેવન ફાયદાકારક છે. કારણ કે આ મસાલા એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. જેનાથી હર્પીસના લક્ષણોમાં આરામ મળે છે.
વધુ વાંચો : વજન ઘટાડવા દરરોજ કરો આ ફૂડ્સનું સેવન, એક મહિનામાં ચરબી ગાયબ
હર્પીસ ઈન્ફેક્શનમાં શું ન ખાવું?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.