બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know about these foods that are high in fiber
Sanjay Vibhakar
Last Updated: 08:04 AM, 21 February 2024
વજન ઘટાડવા માટે લોકો શું-શું નથી કરતાં. યોગ, કસરત, જિમ, ડાયટિંગ વગેરે છતાં પણ મન ગમતું પરિણામ નથી મળતું. કેટલાક લોકો તો વજન ઘટાડવા માટે ઓછી કેલરી અને ફાયબર યુક્ત વસ્તુઓનું સેવન કરે છે. પરતું ઘણા લોકો નથી જાણતા હોતા કે કયા ફૂડ્સમાં કેલરી ઓછી છે અને ફાયબરનું પ્રમાણ વધુ છે. જાણો, આ ફૂડ્સ વિશે જેમાં ફાયબરનું પ્રમાણ વધુ હોય છે. જે વજન ઘટાડવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
ADVERTISEMENT
બેરી [રાસબેરી, બ્લેકબેરી, સ્ટ્રોબેરી, જાંબુ]
બેરીમાં ફાયબરનું સારું પ્રમાણ જોવા મળે છે અને આ સાથે તેમાં કેલરીનું પ્રમાણ પણ ઓછું હોય છે. બેરીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ અને વિટામિન હોય છે.
ADVERTISEMENT
બ્રોકોલી
1 કપ રાંધેલી બ્રોકોલીમાં 5 ગ્રામ ફાયબર હોય છે. તેમાં વિટામિન C અને ફોલેટનું પણ સારું પ્રમાણ હોય છે. બ્રોકોલીમાં 55 કેલરી હોય છે.
ગાજર
એક કપ રાંધેલા ગાજરમાં 3.5 ગ્રામ ફાયબર હોય છે. ગાજર બીટા-કેરોટીન અને વિટામિન જેવા ખનીજ તત્વોથી ભરપૂર હોય છે. એક કપ ગાજરમાં 50 કેલરી હોય છે.
વાંચવા જેવું: શેરડીના ફાયદા: ઉનાળામાં જ્યુસ પીવાની મજા અલગ, પણ આ વાતનું ખાસ રાખવું જોઈએ ધ્યાન
પાલક
એક કપ રાંધેલી પાલકમાં ઓછામાં ઓછું 4 ગ્રામ ફાયબર હોય છે. તેમાં આયર્ન, ફોલેટ, વિટામિન A અને વિટામિન K હોય છે. પાલકમાં 40 કેલરી હોય છે.
કોબી
એક કપ કોબીમાં 2 ગ્રામ ફાયબર હોય છે. આ સાથે તેમાં વિટામિન C અને વિટામિન K પણ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.