બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips:Do not eat these things on an empty stomach even unknowingly

સ્વાસ્થ્ય / ખાલી પેટે અજાણતા પણ ન ખાતા આ વસ્તુઓ, નાના-મોટા બધા રાખે ખાસ ધ્યાન, નહીંતર બીમારીને આપશો નોતરું

Pooja Khunti

Last Updated: 12:49 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Tips: સવારનો નાસ્તો દિવસનું મહત્વપૂર્ણ ભોજન છે. આ માટે સવારનો નાસ્તો હેલ્ધી હોવો જોઈએ.

  • નાસ્તામાં તેલયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઈએ
  • આ માંસનાં સેવનથી હ્રદય રોગનું જોખમ વધી શકે 
  • પૌષ્ટિક નાસ્તો ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે

સવારનો નાસ્તો દિવસનું મહત્વપૂર્ણ ભોજન હોય છે. તમે ઘણી વાર ઘરના વડીલોને કહેતા સાંભડયું હશે કે સવારે હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. જેનાથી પેટનું પાચન તંત્ર સારું રહે છે અને શરીર એક્ટિવ રહે છે. સવારે વ્યવસ્થિત નાસ્તો કરવામાં ન આવે તો વારંવાર ભૂખ લાગે છે. જેની અસર તમારા દાંત પર પડે છે. આ સાથે આ ચાર વસ્તુનું સેવન સવારે નાસ્તામાં ન કરવું જોઈએ. 

મીઠી પેસ્ટ્રી અને ડોનટ્સ 
પેસ્ટ્રી અને ડોનટ્સ સ્વાદિષ્ટ હોય છે પણ પૌષ્ટિક નથી હોતા. તેના બદલે, નટ બટર સાથે આખા ઘઉંના ટોસ્ટ અથવા શાકભાજી અને લીન પ્રોટીન સાથે ઘરે બનાવેલાં નાસ્તાનું સેવન કરો. 

તેલયુક્ત ખાદ્ય પદાર્થો
સવારે નાસ્તામાં તેલયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન ન કરો. તેના સેવનથી શરીરમાં સુસ્તી વધી જાય છે. જેના કારણે કામ કરવામાં મન નથી લાગતું. તેલયુક્ત ખાદ્ય પદાર્થો પાચન તંત્ર માટે સારા માનવામાં નથી આવતા. 

વાંચવા જેવું: શું તમે જાણો છો શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત? આ ટિપ્સ અજમાવો, શરીરને થશે હજાર ગણો ફાયદો

પ્રોસેસ્ડ માંસ
પ્રોસેસ્ડ માંસની અંદર સોડિયમ અને બિનઆરોગ્યપ્રદ ચરબીનું પ્રમાણ વધુ હોય છે. દરરોજ આ માંસનાં સેવનથી હ્રદય રોગનું જોખમ વધી શકે છે. 

એનર્જેટિક ડ્રિંક
ફળોનાં જ્યુસ, એનર્જેટિક ડ્રિંક અને કોફીમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. તેના સેવનથી તમને દિવસ દરમિયાન એનર્જી તો મળે છે પણ આ સાથે કેલરીની માત્રામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. તમારે સવારે હર્બલ ચાનું સેવન કરવું જોઈએ. 

પૌષ્ટિક નાસ્તો ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. જેના કારણે બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે અને તમારી એકાગ્રતા વધે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ