બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 09:31 AM, 26 September 2023
ADVERTISEMENT
30 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ઘૂંટણમાં દુ:ખાવાની સમસ્યા ઉદભવે તો સતર્ક રહેવું જોઈએ. કારણ કે આ સમસ્યાએ શરીરમાં કોઈ મોટી બીમારીના સંકેત હોઈ શકે છે. અથવા તો વિટામિનની ઉણપને કારણે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમને નજરઅંદાજ કરવામાં આવે તો ભવિષ્યમાં મોટું નુકસાન ભોગવવાનો વારો પણ આવી શકે છે.ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આજકાલના યુવાનો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ બેદરકાર હોય છે. ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ અને ફાસ્ટ ફૂડના સેવન ઉપરાંત અયોગ્ય ખોરાકને લઈ શરીરમાં વિટામિનની ઉણપ જોવા મળતી હોય છે.
ADVERTISEMENT
60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે આ સમસ્યા
વિટામિન સી અને ડીની ઉણપને કારણે ઘૂંટણમાં દુ:ખાવાની સમસ્યા ઊભી થતી હોય છે અને જો તેની સારવાર કરવામાં ન આવે તો ભવિષ્યમાં તે મોટી સમસ્યા બની શકે છે. એટલું જ નહીં બેઠાડું જીવનને પરિણામે પણ આ સમસ્યા જન્મ લેતી હોય છે. મોટાભાગે સંધિવાની સમસ્યા એ 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોમાં જોવા મળતી હોય છે પરંતુ હાલ તો યુવાનોમાં પણ આ આવા કિસ્સાઓ જોવા મળતા હોય છે એટલો જ નહીં અમુક કિસ્સાઓમાં તો બાળકો પણ આ રોગનો શિકાર બની ચૂક્યા છે જેને સમયસર નિવારણ લાવવું ખૂબ જરૂરી છે.
આ રીતે કરો સમસ્યા દૂર
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અમુક વખતે કેલ્શિયમની ઘટના કારણે પણ ઘૂંટણનો દુ:ખાવો શરૂ થતો હોય છે. ખોરાક સારો ન હોવાથી કેલ્શિયમની શરીરમાં ઉણપ જોવા મળે છે અને ત્યારબાદ તે આડઅસર રૂપે ઘૂંટણના દુ:ખાવા સહિતની સમસ્યા પેદા કરતું હોય છે. આથી જ્યારે પણ ઘૂંટણમાં દુ: ખાવો શરૂ થાય ત્યારે પ્રથમ કેલ્શિયમ બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ વધુમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે દૂધ, બ્રોકોલી, માછલી અને ડ્રાયફ્રૂટ્સનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. તેમજ કેલ્શિયમની ઉણપને ડોક્ટરની સલાહ મુજબ દવાઓથી પણ દૂર કરી શકાય છે.
ઘણી વખત વિટામિનની ઉણપની ભરપાઈ દવાઓ અને ઈન્જેક્શન દ્વારા કરવામાં આવે છે. વધુમાં વિટામિન્સનું સ્તર યોગ્ય હોય તો દુ:ખાવો સંધિવાને કારણે પણ માથું ઉચકતો હોય છે આવી સ્થિતિમાં સાવધાન રહી આહાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.